Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ચોટીલા હાઇ-વે ઉપરથી આઇશરમાં ૧૦ પશુઓને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જનાર ઝડપાયા

વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા નેશનલ હાઈવે પર ગૌ વંશ તથા પશુ ઢોરની હેરફેર અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ ને સૂચના કરવામાં આવેલ છે. ખાસ કરીને નેશનલ હાઈવે તથા માલવણ હાઇવે પરથી પશુની થતી હેરફેર અટકાવવા માટે થાણા અધિકારીઓને સૂચના કરવામાં આવેલ.

લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એમ.જી.ડામોર, પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક, હે.કો. ઘનશ્યામભાઈ, સરદારસિંહ, હરદેવસિંહ, વિજયસિંહ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે ચોટીલા નેશનલ હાઇવે કનૈયા હોટલ પાસેથી આઈશર ટ્રક નંબર GJ-05BT-4838 માં ભેંસ નંગ ૯ તથા પાડો નંગ ૧ મળી કુલ ૧૦ પશુ જીવને ક્રુરતા પૂર્વક બાંધી, એક ઉપર એક એમ ઉપરાઉપરી દોરડાથી બાંધી તેમજ કોઈ ઘાસચારો કે પાણીની સગવડતા રાખ્યા વિના બાંધી લઈને નીકળતા આરોપી ડ્રાઈવર વજુભાઇ શિવાભાઈ માથાસૂરિયા દેવી પૂજક ઉઆવ. ૩૦ રહે. મદારગઢ તા. સાયલા તથા કલીનર માવજીભાઈ અમરશીભાઈ સાઢમીયા દેવીપૂજક ઉવ. ૨૮ રહે. પિયાવા તા. ચોટીલાને પકડી પાડી, આઈશર ટ્રક સહિત કુલ રૂ. ૭,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનના હે.કો. વિજયસિંહ ખુમાનસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પકડાયેલ બને આરોપી વિરૂદ્ઘ પશુ ક્રુરતા અતિક્રમણ ધારા મુજબ ફરિયાદ નોંધાવતા, ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ પકડાયેલ પશુ જીવ નંગ ૧૦ કયાંથી લાવેલ છે એને કોને આપવાના હતા..? ટ્રક માલિક કોણ છે...? આ ગુન્હામાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સર સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ પો.સ.ઇ ચંદ્રકાન્ત માંઢક તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(12:31 pm IST)