Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઉપલેટા નગરપાલિકામાં રોડકામમાં સિમેન્ટને બદલે ભરડીયાની ડસ્ટનો ઉપયોગ : કામ અટકાવાયુ

ઉપલેટા તા.૨૦ : ગાધાના પાળા ઉપર થઇને જતો શહેરનો મુખ્ય સસ્તો સિમેન્ટ રોડ બનાવવાનું નક્કી થયા બાદ તેમનાં ટેન્ટરથી આ કામ સ્થાનીક એજન્સીને આપવામાં આવેલ. આ એજન્સીએ પેટા કોન્ટ્રાકાટ આપ્યા બાદ સીમેન્ટ રોડનું કામ શરૂ કરવામાં આવેલ હતું. આ કામ ૫૦% જેટલું પુરૂ થવા આવેલ ત્યારે લોકોનાં ધ્યાનમાં આ કામમાં ગેરરીતી થતી હોવાની અને સીમેન્ટની જગ્યાએ ડસ્ટ વાપરતા હોવાનું જણાતા લતાવાસીઓએ કોંગ્રેસનાં આગેવાન કૃષ્ણકાંત ચોટાઇ અને નારણભાઇ ચંદ્રવાડીયાને રજૂઆત કરતા તેઓએ નગરપાલિકાનાં ચીફ ઓફીસર શ્રી દવેનું ધ્યાન દોરી જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરેલ હતી.

દરમ્યાન કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર સીમેન્ટ રોડ બનાવવાનું ચાલું રહેતા અને શરતોને આધીન કામ કરવામાં નહી આવે તો આ કામ કરવા દેવામાં નહીં આવે એમ લતાવાસીઓ દ્વારા જણાવાયું છે. વધુમાં લતાવાસીઓએ જણાવેલ કે સીમેન્ટ રોડ બનાવવા રોડનું ખોદાણ કરતી વખતે નીચેથી પાણીની પાઇપ લાઇનો તુટી ગયેલ છે. પાણીની પાઇપ લાઇનો રીપેર કર્યા બાદ જ રોડનું કામ શરૂ કરે તેમ જણાવેલ હતું. ધારાસભય લલીતભાઇ વસોયાનો સંપર્ક કરી નિયમ વિરૂધ્ધ થયેલ કામનાં સેમ્પલ લઇ લેબોરેટરી ટેશટીંગ કરી રીપોર્ટ આવ્યા બાદ જ કોન્ટ્રાકટરને બીલ ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી.

(11:23 am IST)