Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પ્રભાસ પાટણ નાના કોળી સમાજમાં મહાબીજનો ઉત્સવઃ ૧૨૦૦ કિલોની માલપૂવાની પ્રસાદીઃ રાત્રીનાં રામદેવજી મહારાજનો પાટોત્સવ

પ્રભાસ પાટણ તા.ર૦: નાના કોળી વાડામાં મહાબીજ હોવાથી માલપૂવાની પ્રસાદીનું આયોજન તેમજ રાત્રીનાં રામદેવજી મહારાજના મંદિરે પાટોત્સવનું આયોજન આયોજન કરવામાં આવેલ છે.

સતસંગ કરવામાં આવે છે અને રાત્રીનાં નાના કોળી સમાજનાં ૩ હજારથી વધુ લોકોનું સમુહ પ્રસાદીનું આયોજન કરેલ. રાત્રીનાં સમાજનાં લોકોનો સમુહ ભોજન કરેલ અને રામદેવપીરનો પાટોત્સવ યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજનાં આગેવાનોના માર્ગદર્શન હેઠળ યુવાનો જહેમત ઉઠાવેલ હતી.

(11:23 am IST)