Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દેવભૂમિ દ્વારકા જીલ્લા સંકલન ફરિયાદ સમિતિની મળેલ બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા તા.૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજે કલેકટર જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મિતલબેન ગોરીયા દ્વારા રજુ થયેલ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવવા જણાવ્યું હતું. બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિના મુદા જેવા કે લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્શન કેશ, અવેઇટ કેશ, સરકારી લ્હેણાની વસુલાત વિગેરે વિશે ચર્ચા-સમિક્ષા કરી હતી.  તેમજ ખંભાળીયાના વાડી વિસ્તારના રસ્તાના કામો, કર્મચારીઓને ન ચુકવાયેલ પગાર વગેરે બાબતેની ચર્ચા કરી હતી અને  જિલ્લાની કચેરીઓની આકસ્મિક ચકાસણી કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલે આગામી ગ્રામ પંચાયત તથા નગરપાલિકાની ચુંટણી વ્યવસ્થિત રીતે યોજાય  અને આચારસંહિતાનો ભંગ ન થાય તે અંગેની તકેદારી રાખવા સુચન કર્યું હતું.

ઇન.નિવાસી અધિક કલેકટર અને ડી.આર.ડી.એ.ના નિયામક વી.પી. પટેલે જણાવયું કે આગામી તા.૨૪-૧-૧૮ ના રોજ યોજાનાર બાળ અધિકાર સંરક્ષણ સંદર્ભે તાલુકા કક્ષાના વર્કશોપ ખંભાળીયા તથા ભાણવડ તાલુકાનો ખંભાળીયા તથા દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાનો પ્રાંત કચેરી દ્વારકા ખાતે યોજાશે. જે સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પ્રાંત અધિકારીશ્રી જોશી, શ્રી જાડેજા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા તમામ લગત વિભાગના અધિકારીશ્રીઓ/ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઠાકરશેરડી પ્રા.શાળાનું ગૌરવ

ખંભાળીયા તાલુકાની ઠાકર શેરડી પ્રા.શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતા કુલ-૧૩ વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ એન.એમ.એમ.એસ.ની પરીક્ષા આપી હતી. જેમાં બધા જ વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા અને (૧) ચોપડા કિશન ધનજીભાઇ (ર) કણજારીયા મુકુંદ નાથાભાઇ, (૩) કણઝારીયા હાર્દિક હિમતભાઇ (૪) ચોપડા સાવિત્રી દેવશીભાઇ અને (પ) કણજારીયા કોમલ આંબાબાઇ એમ કુલ-૫ વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ છે. જેઓને આવનાર ચાર વર્ષો સુધી દર મહિને શિષ્યવૃતિ મળશે. આ પાંચ વિદ્યાર્થીઓ પૈકી ચોપડા કિશન ધનજીભાઇ ૧૬૨ માર્કસ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી શાળા, પરિવાર તથા ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી તથા શિક્ષકોએ અભિનંદન પાઠવેલ છે.

(11:22 am IST)