Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જામજોધપુરમાં રમતોત્સવ યોજાયો

 જામજોધપુરની મધર ટેરેસા સ્કુલ ખાતે રમતોત્સ્વ યોજાયો તે પ્રસંગની તસ્વીર આ તકે માર્ચ પાસ્ટ, પી. ટી. ક્રિકેટ, દોરડા ખેચ, લંગડી અને એથ્લેટીકસ જેવી રમતોની સ્પર્ધાઓ થઇ હતી. જેમાં  પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તાલુકાનાં બી. આર. સી. કોઓર્ડીનેટર નીકુંજ ચોટાઇ ના હસ્તે મેડલ ત્થા સર્ટીફીકેટ એનાયત કરાયા હતાં. ત્થા વર્ષ દરમ્યાન યોજાયેલ તમામ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનાં ગ્રુપને શાળાના મેનેજરશ્રી ફાધર જોસેફના હસ્તે ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતાં.

(11:21 am IST)