Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વાંકાનેરમાં ધીરજલાલ નાગ્રેચાના મકાનમાં આરઆરસેલનો દરોડોઃ જૂગાર રમતા ૪ પકડાયા

રાજકોટ : દારૂ - જુગારની બદી નાબુદ કરવા માટે ડીઆઇજી ડી. એન. પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક રેન્જ રાજકોટનાઓએ કૃણાલ પટેલ પો. સબ. ઇન્સ. આર. આર. સેલેને સુચનાથી જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલકે મોરબી જીલ્લાના વાંકાનેર મેઇન બજાર લુહાર શેરીમાં રહેતા  ધીરજલાલ ગીરધરલાલ નાગ્રેચા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના અને પૈસા વતી રોન-પોલીસનો તીનપતીનો નસીબ ઉપર આધારીત હારજીતનો જૂગાર ચલાવી પોતાના રહેણાંક મકાનનો જૂગારના અખાડા તરીકે ઉપયોગ કરી જૂગારની અસામાજીક પ્રવૃતિ ચલાવતાની હકિકત મળેલ હતી જેથી વાંકાનેર મેઇન બજાર લુહાર શેરીમાં ધીરજલાલ ના મકાનમાં રેઇડ કરતા (ધીરજલાલ ગીરધરલાલ નાગ્રેચા (રે. મેઇન બજાર લુહાર શેરી વાંકાનેર), કીશોરસિંહ મહિપતસિંહ ઝાલા (રે. ખેરવા), અબ્દુલ રહીમ મીમનજી સેરશીયા (રે. અસરફનગર સીંધાવદર), ઇકબાલભાઇ હાસમભાઇ ચૌહાણ (રે. લક્ષ્મીપરા મેઇન રોડ વાંકાનેર) તીનપતીનો હાર-જીતનો જૂગાર રમતા રોકડા કુલ રૂ. ૪પ,૦૦૦ તથા મોબાઇલ ફોન-પ, મોટર સાયકલ-૩ મળી  કુલ રૂ. ૧,૬૯,૦૦૦ નો મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી વાંકાનેર સીટી પોલીસે  તપાસ આદરી છે.

(11:19 am IST)