Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભુજમાં ગાયની કતલકરી ગૌમાંસ વેંચતાં ૩ની ધરપકડ

પોતાના ઘેર જ ગાયની કતલ કરનાર આરોપીઓ અગાઉ પણ ગૌહત્યામાં ઝડપાયેલાઃ કાયદાકીય સખ્ત પગલા ભરવા માંગ

ભુજ તા. ર૦ :.. ભુજનાં રેલ્વે  સ્ટેશન વિસ્તારમાં ભુતેશ્વર મધ્યે આવેલ રહેણાંકનો મકાનમાંથી ભુજ બી. ડીવી. પોલીસ ૧ર૦ કિલો ગૌ માંસ સાથે ત્રણ આરોપીઓ ઝડપી પાડયા છે.

પોલીસે પોતાના જ ઘરમાં વાછરડાની કતલ કરનારા અશરફ રમજી મેધરીયા, અજીજ સાલેમામદ ત્રાયા, અનવર ઓસ્માણ  સામેજાની ધરપકડ કરી છે. એક આરોપી અબ્દુલ ઉર્ફે ભીંડો અકબર માંખા નાસી છૂટયો હતો.ઝડપાયેલા આરોપીઓ પૈકી ઘરમાં ગાયની કતલ કરનારા અશરફ રમજી મેધરીયા અને અબ્દુલ અકબર મોખા ઉર્ફે ભીંડો અગાઉ ગૌ હત્યામાં ઝડપાઇ ચૂકયા છે. પોલીસ અને સરકાર ગૌ હત્યા ડામવા કાયદાનાં કડક પગલા ભરે એવી માંગ છે.

(11:16 am IST)