Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભુજઃ પેરાલ ઉપર છૂટેલા હત્યાના ભાગેડુ આરોપીને પકડવા ગયેલા ત્રણ પોલીસ કર્મીઓ ઉપર છરી વડે ઘાતક હૂમલો

જૂનાગઢ જેલમાંથી પેરોલ ઉપર છૂટેલા ભુજનાં ભાગેડુ આરોપી કાસમ નોતીયારે છરી ઝીંકતા પોલીસ કોન્સ્ટેબલો જયદીપસિંહ વિક્રમસિંહ ઝાલા, પ્રકાશ ઝવેરભાઇ દેવુ, સુરેશ ચૌધરી ઘાયલઃ એક ગંભીર, ડીએસપી-ડીવાયએસપી હોસ્પીટલ દોડયા, આરોપી કાસમ ફરાર...

ભુજ તા. ર૦ :.. સરહદી કચ્છ જિલ્લામાં કાયદો અને અને વ્યવસ્થાને પડકાર ફેંકતા બનાવો એ અનેક સવાલો સજર્યા છે. ગઇકાલે રાત્રે જિલ્લા મથક ભુજમાં હત્યાનાં એક આરોપીએ પોલીસ જવાનો ઉપર કરેલા છરી વડે હુમલાનાં બનાવે ખળભળાટ સજર્યો છે.

ભુજનાં દીનદયાળનગરમાં રાત્રે ૮-૩૦ વાગ્યે હત્યાનાં ભાગેડુ આરોપી કાસમ મામદ નોતીયારને પકડવા ગયેલા ભુજ બી. ડીવીઝનનાં પાંચ પોલીસ કર્મીઓ  પ્રોબેશનસર એએસઆઇ જયદીપસિંહ વિક્રમસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રકાશ ઝવેરભાઇ દેવુ, સુરેશ ચૌધરી, પંકજ કુશવાહા અને હિંમતસિંહ ચૌહાણ ઉપર આરોપી કાસમ મામદ નોતીયારે  છરી વડે હૂમલો કરતાં જયદીપસિંહ ઝાલા, પ્રકાશ દેવુ અને સુરેશ ચૌહાણ નામના પોલીસ કર્મીઓને છાતીમાં ઇજાઓ થઇ હતી. ઘાતક હૂમલામાં ઘવાયેલાઓ પૈકી એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ભુજનાં એક ખુન કેસનો આરોપી કાસમ નોતીયાર જૂનાગઢ જેલમાં કેદ હતો તે દરમ્યાન પેરોલ ઉપર છૂટયો હતો. પેરોલ ઉપર છૂટયા બાદ ફરી જેલમાં હાજર ન થતાં ભાગેડૂ બનેલા કાસમ નોતીયારને પકડવા પોલીસ ગઇ હતી. દરમ્યાન જાણવા મળતી વિગતો મુજબ  બે દિવસ પહેલા કાસમ પશ્ચિમ કચ્છ એલસીબીનાં બે પોલીસ કર્મીઓને હાથતાળી આપીને નાસી છૂટયો હતો. જો કે પાંચ પોલીસ કર્મીઓ એક આરોપીને પકડવામાં નિષ્ફળ રહ્યા બાદ છરી વડે ઘાયલ થતાં આ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાનું  રક્ષણ કરવામાં નિષ્ફળ પોલીસ કર્મીઓ સામે પ્રજાના રક્ષણનો પડકાર મોટો છે. ભુજની જી. કે. જનરલ હોસ્પીટલમાં દાખલ થયેલા ઇજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મીઓને  નિહાળવા પશ્ચિમ દાખલ થયેલા ઇજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મીઓને નિહાળવા પશ્ચિમ કચ્છના એસપી એમ. એસ. ભરાડા, ડીવાયએસપી અને સ્ટાફ સાથે પહોંચ્યા હતાં. આરોપી કાસમને પકડવા પોલીસે જાળ બીછાવી છે.

(11:16 am IST)