Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જેતપુર શહેર-તાલુકા પોલીસ દ્વારા દારૂના ૩ દરોડાઃ ૧.૪ લાખના મુદ્દામાલ સાથે ૫ પકડાયા

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ ૩ શખ્સો સાથે તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર, તા. ૧૮ :. શહેરમાં દારૂનો જથ્થો બહારથી ઠલવાતો હોય તેને રોકવા પોલીસ અધિક્ષક અંતરીપ સુદની સૂચનાથી તાલુકા પી.એસ.આઈ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રો. પી.એસ.આઈ. જે.વી. વાઢીયાએ સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રાજુભાઈ સહિતનાએ ગત રાત્રીના ચોકીદાર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા ત્યારે જૂનાગઢ તરફથી આવતી અતુલ શકિત ડીઝલ રીક્ષાને જીજે ૨૬ ટી ૩૭૫૪ વાળીને શંકાના આધારે રોકી તલાસી લેતા તેમાથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૬ કિં. રૂ. ૧૩,૮૦૦ તેમજ ચપલા ૧૪ કિં. રૂ. ૨૮૦૦નો મળી આવતા પોલીસે રીક્ષા ડ્રાઈવર સહિત કુલ ૩ શખ્સો હનીફ ઉર્ફે અનીયો મજીદભાઈ ગરાળા (રહે. મોચીબજાર-ધોરાજી), અફઝલ ઈકબાલ પરમાર પીંજારા (રહે. ધાણી કોઠા-ધોરાજી), શાહનવાઝ ઉર્ફે સાનુ સલીમ હીંગોરા (રહે. ઉપલેટા)ને ઈંગ્લીશ દારૂ તેમજ મોબાઈલ ૫ કિં. રૂ. ૪૦૦૦, રીક્ષા કિં. રૂ. ૩૦૦૦૦ કુલ મળી ૫૦,૬૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બીજા દરોડામાં ચોકીદાર પાસે ચેકીંગ દરમ્યાન જૂનાગઢ તરફથી આવતી લીલા કલરની અતુલ સી.એન.જી. રીક્ષા નં. જીજે ૦૩ બીયુ ૧૩૩૩ વાળીને શંકાના આધારે રોકી તલાસી લેતા તેમાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૦ કિં. રૂ. ૨૧૦૦૦નો મળી આવતા રીક્ષા ડ્રાઈવર અજય રામજીભાઈ ચીત્રોડા તેમજ મીનાબેન મનુભાઈ ભાસ્કર (રહે. બન્ને ગોેંડલ) વાળાને ઈંગ્લીશ દારૂ તેમજ રીક્ષા મળી કુલ રૂ. ૫૧૦૦૦ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ત્રીજા દરોડામાં શહેર પોલીસને મળેલ બાતમીના આધારે સીટી પી.આઈ. એન.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફે ગઈકાલે સાંજના કણકીયા પ્લોટ વિસ્તારમાં રહેતા બાવાજી શખ્સ પોતાના રહેણાક મકાનમાં દારૂનો ધંધો કરતો હોય અંગેની રેડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૯ કિં. રૂ. ૨૭૦૦નો મળી આવેલ. રેડ દરમિયાન ગૌરવ બારોટ હાજર ન હોય પોલીસે દારૂનો કબ્જો લઈ તેના વિરૂદ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ.

(3:50 pm IST)