Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જામનગરમાં રર કિલો ગાંજા સાથે મામદ ઓસમાણ ઝડપાયો

ગાંજા સાથે વેચાણની રોકડ ૧૬પ૦૦ મળ્‍યા : સુરતના વિજયભાઇ દાદા મારફત ગાંજો મંગાવેલ

જામનગર, તા. ૧૮ :  જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપ શેજુળ સા. એ. આપેલ સુચના કે. જામનગર શહેર તથા જીલ્લામાંથી ગેર કાયદેસર નાર્કોટીકસ ગાંજો વિગેરે કેફી પદાથોનું વેચાણ કરતા ઇસમોને પકડી પાડી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્‍સ. શ્રી એમ.પી. વાળા સા.એ એસ.ઓ.જી. સ્‍ટાફને સઘન પેટ્રોલીંગ કરી ચોક્કસ અને પાકી બાતમી મેળવી આપવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને તાબાના તમામ માણસો ખાનગી બાતમીદારને મળી માહિતી મેળવવા પ્રયત્‍નો કરતા હતા દરમ્‍યાન એસ.ઓ.જી. ના હેડ કોન્‍સ. માંડણભાઇ વસરા તથા પો. કોન્‍સ. ઘનશ્‍યામભાઇને તેઓના અંગત બાતમીદારોથી માહિતી મેળવી બેડેશ્વર હાઉસીંગ બોર્ડ કવાટર નંબર-૧માં રહેતા મામદ ઓસમાણ સમા સંધી બહારથી મોટા પ્રમાણમાં ફેકી પદાર્થ ગાંજાનો જથ્‍થો મંગાવી પોતાના કબજા ભોટવટાના રહેણાંક મકાનમાં રાખી વેચાણ કરે છ. તેવી હકીકત મળેલ. એસ.ઓ.જી. કાર્યવાહી કરી રેઇડ કરતા મામદ ઓસમાણ રમા સંધી (ઉ.વ.૪પ) રહે. બેડેશ્વર વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા. પાસ પરમીટ વગર ફેકી પદાર્થ ગાંજાનો જથ્‍થો રર કીલો ૬૮૦ ગ્રામ કિ. રૂ. ૧,૩૬,૦૮૦/- તથા ગાંજાજા જથ્‍થાના વેચાણના રોકડ રૂ. ૧૬પ૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ. રૂ. પ૦૦/- મળી કુલ રૂ. ૧પ૩૦૮૦ સાથે પકડી પાડી આ ગાંજાનો જથ્‍થો સુરતથી વિજયભાઇ દાાદ મારફતે મંગાવેલનું જણાવતા બન્ને ઇસમો વિરૂધ્‍ધ ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. એમ. પી.વાળા સા. એન.ડી. પી.એસ. એકટ કલમ ર૦ બી મુજબ ફરીયાદ આપી જામ સીટી બી પો. સ્‍ટે.માં ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે.

 આ કાર્યવાહીમાં ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. એમ. પી. વાળા સાથે સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. માંડણભાઇ વસરા, જ્ઞાનદેવસિંહ જાડેજા, નાનજીભાઇ વાઘેલા મહીરાજસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. દોલતસિંહ જાડેજા, મયુદીન સૈયદ, ઘનશ્‍યામ ડેરવાળીયા લાલુભા જાડેજા તથા ડ્રા.પો. કોન્‍સ. દયારામ ત્રિવેદી નાઓએ કરેલ છે આ અંગે વધુ તપાસ સીટી બી પો.સ્‍ટે. દ્વારા હાથ ધરી આરોપીની આ ગાંજાનો જથ્‍થો કયાથી લાગ્‍યો તે અંગે રીમાન્‍ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:07 pm IST)