Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

એજન્ટો ખેડૂતોના ૭/૧ર ના દાખલાનો દૂરઉપયોગ ન કરે, નહિં તો છોડીશું નહિઃ આર. સી. ફળદુ

મગફળીની ખરીદીના મામલે ગેરરીતિ કરનારાઓને કૃષિમંત્રીની ગંભીર ચેતવણી

ધોરાજી ખાતે રાજયના કૃષિમંત્રી આર. સી. ફળદુએ મગફળીમાં ચાલતી ગેરરીતિ બાબતે કડક અમલની ચેતવણી આપી હતી. (તસ્વીર :કિશોર રાઠોડ)

ધોરાજી :ધોરાજી ખાતે આવેલા રાજયના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ મગફળીમાં ચાલતી ગેરરીતિ બાબતે લાલ આંખ કરી કડક રાહે કામ લેવા ચેતવણી આપી હતી.

રાજય સરકારના કૃષિમંત્રી આર. સી. ફળદુએ ધોરાજી ખાતે પત્રકારોને મગફળીમાં ચાલતી ગેરરીતિ બાબતે જણાવેલ કે ગુજરાતમાં  ખેડૂતો કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે નાફેડ દ્વારા ગુજરાતમાં ર૩૮ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી ચાલુ છે. અભિગમ છે... ત્યારે ખેડૂતોના ૭/૧ર ના દાખલાનો ઉપયોગ કરતા વચેટીયા-એજન્ટો-દલાલોને ચેતવણી છે કે ખેડૂતોના નામે કાંઇ ખોટુ કરે નહીં અમે એને છોડશુ નહી અને ખેડૂતો પોતાનો હકક ગટરના દાખલા બીજાને આપી જતો ન કરે. તમોને નુકશાન ન થાય એટલા માટે સરકાર તમારી સાથે છે. જો ગેરરીતિ  થશે તો કોઇને પણ છોડવામાં નહી આવે જે બાબતે કડક હાથે કામ લેવા સુચના અપાઇ છે. અને ચેતવણી પણ અપાઇ હોવાનું શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું છે.

કોંગ્રેસના મિત્રો ચૂંટણી પહેલા એમ કહેતા હતા કે મગફળીની ખરીદી ચૂંટણી સુધી જ છે આજે ચૂંટણી પુરી થઇ ગઇ છે છતાં ગુજરાતમાં ર૩૮ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી ચાલુ છે. કોંગ્રેસનો પ્રચાર ખેડૂત વિરોધી હતો જે આજે સાબીત થયુ છે. તેમ આર. સી. ફળદુએ જણાવેલ હતું.

(12:56 pm IST)