Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કુદરતની કમાલ

કોડીનારના હાજી રફીકને મોંઢામાંથી પથ્થર જેવો કડક ટુકડો

કોડીનારઃ જુણેજા જમાતનાં પ્રમુખ, નઇ મસ્જીદનાં મુતવલ્લી અને નગરપાલીકાનાં મહિલા સભ્યનાં પતિ હાજી રફીકભાઇ જુણેજાને ગત રાત્રીનાં બ્રસ કરતા સમયે મોઢામાંથી ૧પ થી ૧૬ એમ.એમ.ની સાઇઝનો પથ્થર જેવી કડક વસ્તુ નિકળતા અચરજ ફેલાયુ છે.

હાજી રફીકને મોંઢામાં કયારેય કોઇ દુઃખાવો પણ થયો નથી, જયારે આ પત્થર જેવી વસ્તુ મોઢામાંથી નિકળી તો લોહી કે રસી પણ નિકળ્યુ ન હોય, આ અંગે ડોકટરને પુછપરછ કરતા તેમણે પણ આ કાંકરી ન હોવાનું જણાવતા ભારે અચરજ ફેલાયુ છે.

(11:25 am IST)