Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઉના - ગીરગઢડા રોડ પર અજાણ્યા વાહને મોટર સાયકલ ચાલકને હડફેટે લેતા સારવારમાં

બેફામ દોડતા ડમ્પરોને કાબુમાં લેવા જરૂરીઃ સતત બીજા દિવસે બીજો અકસ્માત

ઉના તા. ૧૮ :અત્રેના ઉના - ગીરગઢડા રોડ ઉપર સતત બીજા દિવસે બીજો અકસ્માત સર્જાયો છે.

આ અંગેની વિગતો મુજબ ખાપટ ગામના બાબુભાઈ હમીરભાઇ મજેઠીયા ઉંમર આશરે વર્ષ ૬૦ પોતાની મોટર સાયકલ ઉપર ખાપટ ગામથી પોતાની વાડીએ આવી રહ્યા હતા ત્યારે કોઈ આકસ્મિત રીતે તેને ઝપટે લઈને ફંગોળી ફરાર થઈ ગયેલ. ઙ્ગત્યાર બાદ ૧૦૮ ને બોલાવતા તેમને ઙ્ગસારવાર અર્થે મહેતા હોસ્પિટલ ખસેડેલ. જયાં માથાના ભાગમાં તેમને ગંભીર ઇજા પહોંચેલ છે.

આ રોડ ઉપરથી મોટા મોટા ડમ્પર ઓવરલોડમાં બેરોકટોક પુરપાટ સ્પીડમાં પસાર થતાં હોય અને નાના વાહનો ઉપરને જાણે આ રોડ ઉપર ચલાવવાનો હક ના હોય તેમ બેફામ ચલાવે છે. અને તંત્રને પણ જાણે આંખ આડે પટ્ટી બાંધી હોય તેમ કોઈ જ કડક પગલાં લેતા નથી અને માલવાહક છકડો રીક્ષામાં મજૂરો ભરીને બેરોકટોક, બેફામ રિક્ષા ચાલકોનો પણ એટલો જ ત્રાસ છે. ટ્રાફિકના નિયમો ને નેવે મૂકીને ડમ્પર વાળા જાણે પોતાનો માલિકીનો રોડ હોય તેવો નાના વાહનો સાથે વ્યવહાર કરે છે. ત્યારે પોલીસ તંત્ર હવે કડક બની બેફામ ચાલતા ડમ્પરોને કાબુમાં લ્યે તે જરૂરી છે.

(11:23 am IST)