Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પોરબંદરમાં પૂ. ગીરીબાપુની શિવકથામાં ઉમટતા ભાવિકો

પોરબંદર જીલ્લામાં સૌ પ્રથમવાર ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા આયોજીત શ્રી લીલુબેન નરેન્‍દ્રભાઇ ભુતીયાના મુખ્‍ય યજમાનપદે પૂ. ગીરીબાપુની શિવકથા થી ચોપાટી મેળા મેદાનમાં પ્રારંભ થયો છે જેમાં દરરોજ બપોરે ર.૩૦ થી પ.૩૦ ભાવિકો શિવકથા શ્રવણ કરી રહ્યા છે. આ શિવકથામાં થનાર તમામ આવક ગોરસર ગામે વણધા ભગતના મામા પાગલ આશ્રમ નવનિર્મીત થનાર આશ્રમનાં બાંધકામમાં અર્પણ કરવામાં આવશે આ કથામાં ઉદાર હાથે ફાળો આપવા લોકોને આયોજકોએ અપીલ કરી છે તા. ર૪ ને બુધવાર સવારે ૯ થી ૧ર, કથા યોજાશે અને કથા વિરામ લેશે. તા. ૧૯ ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે માયાભાઇ આહીર, બીપીન સાગઠીયા, તેમજ તા. ર૧ ને રવિવારના રોજ દેવરાજભાઇ ગઢવી તથા જીતુદાદા સહિતના કલાકારો સંતવાણી લોક સાહિત્‍યનો રસથાળ પિરસશે. તસ્‍વીરમાં આરતી કરતા રાષ્‍ટ્રીય સંત ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, ધનડાના સંતપુરણધામ આશ્રમના સંસ્‍થાપક પૂ. જેન્‍તીરામબાપા તેમજ પૂ. ગીરીબાપુ ને ગુરૂ ગીતા અર્પણ કરતા  પૂ. જેન્‍તીરામબાપા અને ચર્ચા કરતા પૂ. ભાઇશ્રી તથા પૂ. બાપા કથામાં આર્શિવચન આપતા પૂ. રમેશભાઇ ઓઝા તેમજ પૂ. જેન્‍તીરામબાપા અને પૂ. ભાઇશ્રીનું ફુલહાર પહેરાવી સન્‍માન કરતા સંજયભાઇ રાવરાણી અને પૂ. બાપા સાથે વણધા ભગત તેમજ કથા શ્રવણ કરતા ભાવિકો નજરે પડે છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂ. વણધા ભગત, અશ્વિનભાઇ ઠાકર, પંકજભાઇ મજીઠીયા, સંજયભાઇ રાવરાણી (રાવ અંકલ) સંજયભાઇ ગોસ્‍વામી,સંજયભાઇ માળી, લીલુબેન  ભૂતીયા સહિત ઓમ ગ્રુપ, શિવકથા સેવા સમિતિ પોરબંદર ની સમગ્રી ટીમ જહેમત ઉઠાવી રહી છે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:11 am IST)