Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પોરબંદરની સરકારી કચેરીઓમાં પાન-તમાકુના ઉપયોગ ઉપર પ્રતિબંધ નિયમનો અમલ કરાવવા માગણી

પોરબંદર તા. ૧૮ :.. સરકારી કચેરીઓમાં પાન-માવા-ગુટકા અને તંબાકુ પર નિયંત્રણ લાવવા બાબત જનતા જનાર્દન પાર્ટીના ભાર્ગવભાઇ જોશીએ કલેકટરને રજૂઆત કરી છે.

લોકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે પાન-માવા-ગુટકા તથા તંબાકુ આધારિત સામગ્રી લોકોના આરોગ્‍ય માટે ગંભીર ઘાતક પુરવાર થાય છે અને તે અંગે સરકારશ્રી પણ લોકોને જાગૃત કરવા પ્રેસ વિજ્ઞપ્તિ-ટેલીવીઝન જાહેર ખબર તથા રેડીઓના માધ્‍યમથી જાગૃતિ ફેલાવતી હોય છે. જિલ્લા સેવા સદન-૧ જીલ્લા સેવા સદન-ર, જીલ્લા ન્‍યાયાલય, જૂની કલેકટર કચેરી, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત કચેરીઓ સમેત તમામ સરકારી સંકુલોમાં આરોગ્‍ય વિભાગ દ્વારા એક એક બોર્ડ લગાવવામાં આવેલા છે કે તંબાકુ આધારિત સામગ્રીઓનો  ઉપયોગ ટાળવો.

જીલ્લા સેવા સદન-૧ અને ર માં ખુદ જીલ્લા કલેકટરશ્રી દ્વારા પણ એવી સુચનાઓ લગાવવામાં આવેલ હોય છે કે આ સંકુલમાં પાન-માવા-ગુટખા અને તંબાકુ જેવી સામગ્રી લાવવી નહી કે આ વિસ્‍તારમાં ઉપયોગમાં લેવી નહીં. સુપ્રીમ કોર્ટનો પણ એક એવો આદેશ છે કે સરકારી બિલ્‍ડીંગો, સાર્વજનીક  વિસ્‍તારોમાં તંબાકુની પ્રોડકટ  ઉપયોગમાં લેવી નહી અન્‍યથા દંડનીય કાર્યવાહી થઇ શકે છે. તેમ છતાં પોરબંદર જીલ્લા કલેકટર કચેરી સમેત અન્‍ય લગભગ સરકારી બિલ્‍ડીંગોમાં બે-રોકટોક પાન, માવા, ગુટખા અને તંબાકુ ઉપયોગમાં લેવાઇ રહી છે ત્‍યારે  નિયમોનો અમલ કરાવવા રજૂઆતમાં જણાવેલ છે.

(10:10 am IST)