Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સૌરાષ્‍ટ્રમાં સતત બીજા દિવસે ધુમ્‍મસઃ ઠંડીનું જોર યથાવત

હાઈવે પર વાહનો ચલાવવામાં ભારે મુશ્‍કેલી

રાજકોટ, તા. ૧૮ :. સૌરાષ્‍ટ્રમાં ગઈકાલથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને ગાઢ ધુમ્‍મસ છવાયુ હતુ. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. સતત બીજા દિવસે ઝાકળવર્ષા સાથે ગાઢ ધુમ્‍મસ છવાયુ હતુ. સાથો સાથ ઠંડીનું જોર વધ્‍યુ હતું.

આજે વહેલી સવારે ૬.૩૦ વાગ્‍યાથી સૌરાષ્‍ટ્રમં રાજકોટ સહિત મોટા ભાગમાં ગાઢ ધુમ્‍મસ છવાયું હતું. સાથો સાથ ઠંડીનું જોર પણ વધ્‍યુ હતું. હાઈવે ઉપર વાહનો ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યુ હતું.

નોંધનીય છે કે, અગાઉ ઉતરીય પવનોની દિશા પલ્‍ટી જતા સૌરાષ્‍ટ્રભરમાં ગરમીનું પ્રમાણ વધ્‍યુ હતુ અને ગરમીનો પારો ૩૫ ડીગ્રી સુધી ઉંચુ તાપમાન ગયુ હતું અને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે વાદળો પણ છવાયા હતા.

જો કે ગઈકાલથી ફરી તાપમાન ૪ થી ૫ ડીગ્રી જેટલુ ઘટી ગયુ હતું અને ફરી ઠંડીનો દોર શરૂ થતા ફુલ ગુલાબી ઠંડીનો માહોલ સર્જાયેલ.

(9:45 am IST)