Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સાવરકુંડલાના ગીરધરવાવ પાસે પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૧ : સાવરકુંડલાના ગીરધરવાવ પાસે દિનેશભાઇ શાંતિભાઇ ચીભડીયા ઉ.વ.૩૭ ને આચકીની બીમારી હોય પોતાના ઘર નજીક આવેલ ડેમમાં ન્હાવા પડતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું મોટાભાઇ ભરતભાઇ ચીભડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

બાબરા તાલુકાના વાંડળીયા ગામે ગાય પ્રશ્ને બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બાબરા તાલુકાના વાંડળીયા ગામે લલીતભાઇ રમેશભાઇ વેકરીયા ઉ.વ.ર૮ની વાડી ખેતરથી રેઢીયાર ઢોર તગડી ગામ તરફ આવતા હતાં. ત્યારે ગામમાં એક ગાય તગડી આવતા ઢોર સાથે ચાલવા લાગતા. નાનજી સુરા ટોટા, ભાવેશ સુરા ટોટા અને રઘુ ડાયાનો દિકરાએ કહેલ કે અમારી ગાયને તમે કેમ હકાવી તેવું જણાવી લાકડી અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે નાનજીભાઇ સુરાભાઇ ટોટા ઉ.વ.રપને લાલા રમેશ વેકરીયા, ભૌતિક જગા વેકરીયાએ ગાળો બોલી લાકડી અને પાઇપ વડે માર માર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

વડીયાના દેવળકી ગામે રહેતા વિરજીભાઇ છનાભાઇ સોંદરવાની દિકરીએ તેમના કુટુંબીઓ સામે  સવા વર્ષ પહેલા ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ પાછી ખેંચી લેવા જણાવી વિનુ મંગા, લાલા વિનુ, ભાવલો વિનુ, સુધાબેન વિનુભાઇ, ભાવીબેન વિનુભાઇ રહે. દેવળકી, પ્રકાશ દેવા, દેવા નાથા રહે. ઘુડસીયા તા. ગોંડલ વાળાએ ગેરકાયદેસર મંડળી રચી ઢીકાપાટુનો પિતાપુત્રીને માર મારી ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સગીરાનું અપહરણ

વડીયાના ઇશ્વરીયા ગામે રહેતી સગીરાને તે જ ગામે રહેતા કાળુ મફા વાડોદરીયા લલચાવી ફોંસલાવી બદઇરાદે ભગાડી ગયાની સગીરાના પિતાએ વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ

તાજેતરના ચૂંટણી માહોલમાં કેટલાક વિધ્નસંતોષીઓ અમરેલી જીલ્લા બેંકના એસએમએસજે આવે છે. તે રીતે ભળતા નામે એસએમએસ કરી બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ત્યારે આ બાબત અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જીરા શાખાના બ્રાંચ મેનેજરને આ હકીકત ધ્યાને આવતા સાયબર ક્રાઇમમાંઆ અંગે જાણવા જોગ ફરીયાદની અરજી કરેલ છે. તેવું જીરા શાખાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

(12:47 pm IST)