Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

જેતપુરના વિરપુર નજીક કારચાલકે બાઇકને હડફેટે લેતા ર ને ઇજા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩૧:  વિરપુર ગામે રહેતા શૈલેષભાઇ કટારા તેના વાડી માલીકના પુત્ર આદિલભાઇ સાથે તેના મોટર સાયકલ નં. જી.જે.૩ બીકયુ-ર૮પ૦  વાળા પર બેસી બન્ને જતા હતા ત્યારે રાત્રીના અરસામાં પાછળથી પુર સ્પીડે આવતી હુંડાઇ કંપનીની કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇકને હડફેટે લેતા બન્ને બાઇક સવાર ફંગોળાઇ નીચે પટકાયેલ. સાહીલભાઇને પગમાં તેમજ શરીરે ઇજા થયેલ અને લોહી નીકળતુ હોય જયારે શૈલેષભાઇને પગમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ હોય પ્રાથમીક સારવાર આપી રાજકોટ રીફર કરતા વિરપુર પોલીસે શૈલેષભાઇની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

દારૂ ઝડપાયો

શહેર પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે નરેશ ઉર્ફે નલીયો હરજીભાઇ બાવળીયા રહે. દિપાલી ડાઇંગ પાસે વાળો પોતાનું એકટીવા મોટર સાયકલ લઇને દારૂની પેટી લઇને રેલ્વેના પાટા પાસે ઉભો હોય બાતમીના આધારે પોલીસે દારૂ અંગેની રેડ કરતા ત્યાં કાળા કલરનું નંબર પ્લેટ વગરનું એકટીવા મોટર સાયકલ પડેલ હોય જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ  ર૩ મળી આવતા પોલીસે ઇંગ્લીશ દારૂ મોબાઇલ ૧, એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂ. ૪ર,૪૦૦નો મુદામાલ પકડી પાડેલ જયારે રેડ દરમ્યાન નરેશ હાજર ન મળી આવેલ ન હોય તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ આ કાર્યવાહીમાં ભાવેશભાઇ ચાવડા, અજીતભાઇની ગંભીર, પ્રવિણભાઇ ચાવડા, લખુભા રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ સહીતના જોડાયા હતા.

(12:40 pm IST)
  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST