Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભાણવડ : મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો

ભાણવડ, તા. ૩૧ :  ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન માધ્યમથી જુગાર રમતા અને રમાડતા ઇસમોને ઝડપી પાડવાની ડીઆઇજીપી સંદિપસિંહની સુચનાને પગલે સાઇબર ક્રાઇમ પો. સ્ટે.ના પીઆઇ આર.એ. ડોડીયા અને તેની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે ભાણવડના બાયપાસ રોડ પર ગૌશાળા પાસે આઇપીએલના મેચ પર મોબાઇલના માધ્યમથી સટ્ટો રમવા-રમાડવામાં આવી રહ્યો છે જેથી હકિકત મુજબના લોકેશન પર સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી થા મિતેષભાઇ પટેલ પહોંચી જઇ રેડ કરતા તે સ્થળે રાહુલ ઉર્ફે લાલો નારણભાઇ પિપરોતર રહે. વિજયપુર તા. ભાણવડવાળાને મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમતા-રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેમના કબ્જામાંથી મોબાઇલ નંગ -૧ અન્ય મળી કુલ રૂ. રર,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ જયારે આ સટ્ટામાં અન્ય એક શખ્સ બાવલી ઉર્ફ વિરેન જોષી રહે. ભાણવડ વાળાનું નામ ખુલતા તેમની વિરૂધ્ધ ગુન્હો નોંધાવેલ છે આ ઉપરાંત આ સટ્ટાની તપાસમાં જેટલા નામ ખુલે એ તમામ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:38 am IST)