Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મોરબીમાં હસ્તકલા મેળાને સ્થળાંતર કરવા રજુઆત

મોરબીઃ રમતવીરોએ રાજયના ઉર્જામંત્રી અને પ્રભારી એવા સૌરભભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓ ક્રિકેટ સહિતની રમતો રમતા હોય છે તેમજ સારા સ્વાસ્થ્ય માટે નાગરિકો વોકિંગ કરવા આવે છે શહેરમાં એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે જેનું મેન્ટેનન્સ પણ રમતવીરો સ્વખર્ચે કરે છે હાલ ગ્રાઉન્ડમાં હસ્તકલા મેળો યોજાઈ રહ્યો છે જેથી ગ્રાઉન્ડની દુર્દશા થાય છે ઉપરાંત હસ્તકલા મેળાથી ક્રિકેટ પ્રિય યુવાનો અને વોકિંગ કરનાર લોકો ૨૦ થી ૨૫ દિવસ લાભથી વંચિત રહે છે અને મેળો યોજાયા બાદ ગ્રાઉન્ડની સ્થિતિ ખરાબ હોવાથી સ્વખર્ચ કરી સપ્તાહ બાદ મેદાનનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી હસ્તકલા મેળાને પરશુરામ પોટરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવામાં આવે તો પ્રશ્નનો સુખદ નિરાકરણ આવે તેમ છે જેથી મેળાને સ્થળાંતર કરવા માંગ કરી છે. રજુઆત કરવામાં આવી તે તસ્વીર.

(11:33 am IST)