Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

દુધીવદરમાં કોમી એકતાના દર્શન : જિંદાપીર અને દુધીઆઇને વંદના

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ખાતે દુધીઆઇ માતાજીનો ધ્વજારોહણ અને પ્રાણપ્રતિષ્ઠા હવન તાજેતરમાં યોજાય ગયો. જેના મુખ્ય જયમાનપદે ચારણીયા પરિવાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામ સરપંચ અરવિંદભાઇ નાનજીભાઇ મોરબીયા, ઉપસરપંચ મહેન્દ્રસિંહ ચંદુભા જાડેજા તથા સભ્ય તેમજ ગામના નાનામોટા નગરજનોએ ઉપસ્થિત રહી કોમી એકતા દર્શાવી હતી. કેમ કે દુધીવદરનો વર્ષો જુનો ઇતિહાસ કહે છે કે ગામમાં આવેલ જિંદાપીરની દરગાહ ઇસ્માઇલી ખોજા ચારણીયા પરિવારના પીર છે. તે દુધીવદર ખોજા કબ્રસ્તાનમાં આવેલ છે. જિંદાપીર દાદાના બેન જે ચારણ કુળમાંથી આવે છે તેમનું નામ દુધીબાઇબેન હતુ. બન્ને ભાઇબેનની અહીં આસ્થાભેર હિન્દુ મુસ્લિમો દ્વારા પુજા અર્ચના થાય છે. માતાજીને ખોજા ચારણીયા પરિવાર મલીદો ચડાવે છે. તો તાજા પરણેલા યુગલો છેડાછેડી પણ માતાજીના સ્થાનકે નમીને છોડે છે. કોમી એકતા સમાન આ હવન અને ધ્વજારોહણ કાર્યક્રમ માટે ચારણીયા પરિવાર કમીટીના પ્રમુખ આલીમ એફ. ચારણીયા (મો.૯૦૯૯૧ ૧૬૩૬૫), ઉપપ્રમુખ નાસીરભાઇ એસ. ચારણીયા, મંત્રી ગુલામભાઇ, સહમંત્રી નાદીરભાઇ, ખજાનચી મહેબુબભાઇ, સભ્ય અમિતભાઇ, બરકતભાઇ, નિરાજભાઇ, બરકતભાઇ, સરફરાજભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:22 am IST)