Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગોંડલના અક્ષર મંદિરમાં શરદ પૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી : પૂ, મહંત સ્વામી મહારાજની અમૃતવાણીનો મળશે લાભ

પૂ, મહંત સ્વામી લાઈવ પ્રસારણ દ્વારા વૈશ્વિક મહાપૂજામાં સૌને દર્શન અને આશીર્વાદ આપશે

અમદાવાદ : નેનપુર ખાતે બિરાજમાન BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે  શનિવારે સવારે 8.30 થી 12.00 દરમિયાન લાઈવ પ્રસારણ દ્વારા વૈશ્વિક મહાપૂજામાં સૌને દર્શન અને આશીર્વાદ આપશે. આજના દિવસે ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય નિમિત્તે BAPSના દેશ વિદેશમાં વસતા તમામ સંતો-હરિભક્તો પોતપોતાના મંદિર કે, ઘરેથી જ એકસાથે આ વૈશ્વિક મહાપૂજામાં જોડાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરશે.

  આ ઉપરાંત ફરીથી રાત્રે 8:00-11.00 વાગ્યે શરદપૂર્ણિમાની મુખ્ય સભા http://shabha.baps.org પર લાઈવ થશે. જેમાં વિદ્વાન સંતોના વક્તવ્ય, પાંચ મહાઆરતી અને મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદનો પણ લાભ મળશે. આ ઉપરાંત તા.01.11.2020 થી તા.16.11.2020 સુધી રોજ રાત્રે 9 થી10 ઓનલાઇન સત્સંગ લાભ મળશે. જેમાં વિદ્વાન સંતોની પ્રવચન માળાની સાથે મહંત સ્વામી મહારાજની અમૃતવાણીનો પણ લાભ નિત્ય મળશે.

(11:18 am IST)
  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST