Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોરોના સામે લોક જાગૃતિ અર્થે

ગીરસોમનાથ આજોઠા મુકામે શ્રધ્ધાજંલી કાર્યક્રમમાં ભજગોતર પરિવારનું અનુદાન

પ્રભાસ પાટણ તા.૩૧ : વેરાવળના આજોઠા ગામના વતની પુર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ મોરચા ભાજપના પ્રમુખ ગીરીશભાઇ ભજગોતરના પિતા જેઠાભાઈ અરજનભાઇ ભજગોતરનું કોરોનાના લીધે દુઃખદ અવસાન થતાં આજોઠા મુકામે તેમની શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો કોરોના પ્રત્યે લોકો જાગૃતિ આવે તે માટે લોકો ને સંદેશ આપવામાં આવ્યો હતો

સ્વ જેઠાભાઈ ભજગોતર પુર્વ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે તેઓનું નિધન થયું હતું જેઠાભાઈને કોરોના થતાં તેમના ધર્મપત્ની તેમજ તેના પુત્ર અને પુત્રવધૂ પણ કોરોના પોઝીટીવ આવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયારે તેઓ નેગેટિવ થતા અને કોરન્ટાઇન સમય પુર્ણ થતા આજે વેરાવળના આજોઠા મુકામે શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મા કોરોના પ્રત્યે જાગૃત આવે તે માટે માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સેનેટાઈઝ કરવું અને સોશિયલ ડીસ્ટસન જળવાઈ તેવુ સમાજના આગેવાનો દ્વારા સામાજ ના લોકોને અપીલ કરવામાં આવી હતી આ તકે પુર્વ રાજયકક્ષાના મંત્રી જશાભાઇ બારડ એ જણાવ્યું હતું કે મારા પરિવાર મા છ લોકોને કોરોના પોઝીટીવ આવેલ હાલમાં તમામ લોકો સ્વસ્થ થયેલ છે કોરોનાની રસી હજુ શોધાયેલ નથી જેથી લોકો ને કોરોના પ્રત્યે જાગૃત થવુ જરૂરી છે તો સામાજિક કાર્યકર ભગવાન સોલંકી એ પણ જણાવ્યું હતું કે હું પણ બે મહિના પહેલા કોરોના પોઝીટીવ આવેલ પણ મારી સાથેના હોસ્પિટલમાં સારવાર લેતા બે લોકોના મોત થયેલ એટલે કોરોના થી ડરવાની જરૂરી નથી પણ ચાવચેતી રાખવી જરૂરી છે આ તકે ગીરીશભાઇ ભજગોતર સ્વ પિતા જેઠાભાઈ અરજનભાઇ ભજગોતર ના સમાજ ઉપયોગી કાર્ય ને આગળ વધે તે માટે સમાજ વાડી પ્રાચી બનતી હતી ત્યારે એક રૂમ બનાવવા માટે તૈયારી બતાવી અને આજે ધમ્મ વાડી પ્રાચી મા તેમનાં નામે એક રૂમ બનાવવામાં આવ્યો. આજે તેમનાં  પુત્ર ગિરીશભાઈ ભજગોતર દ્વારા તેમનાં પિતાનાં સ્મરણ રૂપે ફરીથી ૧૧૧૧૧૧ અંકે એક લાખ અગ્યાર હજાર એક સો અગ્યાર રૂપિયા અને સમાજમાંથી એકત્રીત કહૂબા ની રકમ ૨૦૧૦ બે હજાર અને દસ રૂપિયા આપવામા આવ્યા. પિતાના કાયમ સંભારણા રૂપે દાન આપી અને પોતાના પરીવાર મા આવેલ કોરોનાની વૈશ્વિક મહામારી ને લઈને જે ભોગ સમાજ ના અન્ય લોકો ના બને તે માટે જાગૃત ફેલવતો સંદેશ આપ્યો હતો આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી માનસિંગભાઇ પરમાર, મનસુખભાઈ ગોહેલ તેમજ અરજનભાઇ ભજગોતર, સહિત ના સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા.

(10:34 am IST)