Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબીમાં ફરી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ: માલિકીના ઢોર પકડાશે તો ૩૦૦૦ રૂ દંડ

પાલિકા દ્વારા તા. ૦૧ ઓગસ્ટ ને રવિવારથી ઢોર પકડવાની કામગીરી શરુ કરાશે

મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોરને કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે જેને ધ્યાને લઈને મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરુ કરવામાં આવશે
  મોરબીમાં રખડતા ઢોરના ત્રાસ અંગે નાગરિકોની ફરિયાદો આવતી હોય અને અકસ્માતોના બનાવ પણ બનેલ હોય અને ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે જેને ધ્યાને લઈને મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને સેનિટેશન ચેરમેન સીતાબા જાડેજા દ્વારા પ્રજાહિતમાં નિર્ણય કરીને પાલિકા દ્વારા તા. ૦૧ ઓગસ્ટ ને રવિવારથી ઢોર પકડવાની કામગીરી શરુ કરાશે અને માલિકીના ઢોર હશે તો રૂ ૩૦૦૦ દંડ વસુલવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની યાદી જણાવે છે

(11:28 pm IST)