Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વેરાવળ-કોડીનાર રસ્તા મુદ્દે ચક્કાજામ કરતા જ પ્રશ્ન હલ

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ચીમકી આપતા જ નેશનલ હાઈવે ઓથોરીટી તંત્ર દોડતુ થયું: ગઈકાલથી જ રસ્તાની કામગીરી શરૂ કરી દેવાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૩૧ :. કોડીનાર-વેરાવળ વચ્ચે બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આજે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને ધારાસભ્ય તથા સ્થાનિક લોકો એકત્ર પણ થઈ ગયા હતા અને રસ્તા રોકો આંદોલન કરે તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રસ્તાનું કામ શરૂ કરવાની ખાત્રી આપતા આ આંદોલન પૂર્ણ કરી દેવાયુ છે.

તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવેલ હતું કે વેરાવળથી કોડીનાર નો હાઈવે તદન બિસ્માર થઈ ગયેલ છે તેની અને વખત રજુઆતો કરેલ છે પણ નેશનલ હાઈવે ઓથોરીટી ના અધિકારીઓ જવાબ દેતા નથી પ૦ કીલો મીટરનો રોડ તેમાં અડધો અડધ મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે વાહન ચાલકો વાહન ચલાવી શકતા નથીદરરોજ નાના માટા અકસ્માતો થાય છે.

  • નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી મિડીયાથી દૂર ભાગ્યા...

વેરાવળ, તા. ૩૧ :. નેશનલ હાઈવે ઓથોરીટીને આ રસ્તાનું કામ સોંપવામાં આવ્યુ છે પરંતુ છેલ્લા ૩ - ૪ વર્ષથી આ કામ ગોકળગતિએ થઈ રહ્યુ છે ત્યારે ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી આપતા જ નેશનલ હાઈવે ઓથોરીટી તંત્ર દોડતુ થઈ ગયુ હતું.

ચક્કાજામની જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી પણ દોડી આવ્યા હતા પરંતુ તેઓ મિડીયાને જવાબ આપી શકવામાં અસમર્થ પૂરવાર થયા હતા અને ગાડીમાં ભાગી ગયા હતા. જેનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે

(1:11 pm IST)