Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

માળિયા (મી)ના જશાપર ગામે તળાવ પાસે આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

 મોરબીઃ જશાપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ચંદુભાઈ મુળુભાઈ ચાવડા રહે જશાપર, મુળુભાઈ નરસંગભાઈ ચાવડા રહે નાની બરાર, હમીરભાઈ વસરામભાઈ ચાવડા રહે જશાપર, નિર્મળભાઈ મુળુભાઈ કાનગડ રહે જશાપર, ધીરૂભાઈ વિરાભાઈ કાનગડ રહે જશાપર, પ્રવીણભાઈ નરશીભાઈ આદ્રોજા રહે માણાબા, દેવાયતભાઈ જેસંગભાઈ મંઢ રહે મેદ્યપર અને રમેશભાઈ મગનભાઈ સરડવા રહે સરવડ એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૨,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:11 pm IST)