Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ખંભાળીયાના વડત્રા ગામે ગાળો બોલવાની ના પાડતા વિફરેલ યુવકે પાંચ ઉપર છરીથી હુમલો કર્યો

ખંભાળીયા તા.૩૧ : વડત્રા ગામે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેા યુવકે પાંચ વ્યકિત ઉપર છરી વડે હુમલો કરાતા સારવાર લીધી હતી. યુવકે જતા જતા પોલીસ ફરીયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

ખંભાળીયા તાલુકાના વડત્રા ગામે ગત સાંજના સાતેક વાગ્યે લીમડા ચોકમાં સુખદેવસિંહ જામસંગજી જાડેજા, ધીરૂભા પુંજાજી જાડેજા, ગોવુભા, જીજીભા જાડેજા, બહાદુરસિંહ તથા રણજીતસિં ઘેલુભા જાડેજા સહિતના લોકો બેઠા હતા ત્યારે ગામમાંજ રહેતો કનકસિંહ ઉર્ફે કાનીયો ભીખુભા જાડેજા ત્યાં આવીને મોટે મોટેથી ગાળો બોલતો હતો આથી બેઠેલા લકોએતેમને ગાળો બોલવાની ના પાડતા કનકસિંહ ઉશ્કેરાઇ જઇ ત્યાં બેઠેલા ગોવુભાઇને હાથના ભાગમાં છરીનો ઘા મારત તેને છોડાવવા જતા સુખદેવસિંહ, ધીરૂભા અનેબહાદુરસિંહને છરીના  ઘા માર્યા હત દેકારો થતા કનકસિંહ જતા જતા કહેલ કે પોલીસ ફરીયાદ કરશો તો મારી નાખીશ કહી ભાગી છુટયો હતો તમામને ૧૦૮ મારફત ખંભાળિીયા હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે રણજીતસિંહ ઘેલુભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

સુરજકરાડી રાવલમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

સુરજકરાડીના ગણેશપરામાં જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા હિરા સાજણભાઇ હાથીયા, દેવું કુભાભાઇ  હાથીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ તથા બે મોબાઇલ મળી કુલ રૂ.૭૪૦૦ નો મુદામાલ કબ્જે કરી મિઠાપુર પોલીસે કાર્યવાહી કરી હતી.

બિજા દરોડામાં રાવલ ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમી રહેલા કમલેશ મસરીભાઇ ગામી, કમલેશ જેશાભાઇ પરમાર, રામા કારાભાઇ પરમારને કલ્યાણપુર પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી ૭પ૦૦ ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

દારૂ લઇને નિકળેલા બગવદરનો શખ્સ ઝડપાયો

ભાણવડ પંથકનું દારૂનું પીઠુ ગણાતા રાણપરમાં ફરી ધીમે ધીમે દારૂ મળવાનો શરૂ થયો છે. ગઇકાલે ભાણવડ પોલીસે રાણપર ગામેથી ઇંગ્લીશ દારૂ લઇને નિકળેલા બગવદરના શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી દારૂની ૧૭ બોટલ કબ્જે કરી એકિટવા સહિત રૂ. ૪૮,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

બગવદરનો દિપક કનુભાઇ ફાફળીયા પોતાની એકિટવા લઇને રાણપર ગામે ઇંગ્લીશ દારૂ લેવા માટે આવ્યો હતો દારૂની બોટલ લઇને નિકળતાં જ ભાણવડ પોલીસે ઝડપી લઇ એકિટવામાંથી ૧૭ બોટલ દારૂ કબ્જે કરી શખ્સની અટકાયત કરી પુછપરછ હાથ ધરતાં આ દારૂ તેમણે રાણપર ગામના ખીમા બોઘા શામળા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતાં પોલીસે ખીમા શાંમળાને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(1:02 pm IST)