Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વાંકાનેરની રાતી દેવળી જીલ્લા પંચાયતનાં સદસ્ય જાહિર અબ્બાસ શેરસીયાનું હોદ્દા ઉપરથી રાજીનામું

મોરબી જીલ્લાના ભાજપના રાજકારણમાં ગરમાવોઃ અન્યાય થતા રાજીનામું આપ્યું

રાજકોટ તા. ૩૧: મોરબી જીલ્લા પંચાયતનાં સતાધારી પક્ષ ભા.જ.પ.માં ભડકો થયો છે. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રાતીદેવળી જીલ્લા પંચાયત સીટ પરથી વિજય થયેલા જાહીર અબ્બાસ યુસુફભાઇ શેરસીયાએ રાજીનામું આપ્યું છે.મોરબી જીલ્લાના ભા.જ.પ.ના રાજકારણમાં ફરી ભા.જ.પ.નો આંતરીક વિખવાદ સપાટી પર આવતા વાંકાનેર શહેર અને તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ અંગે જાહીર અબ્બાસ શેરસીયાના પિતા યુસુફભાઇ શેરસીયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, મારા પુત્રએ શાસક પક્ષના નેતા, કારોબારી સમિતિના સભ્ય, શિક્ષણ સમિતિ અને જૈવી વિવિધતા સમિતિમાંથી રાજીનામું આપ્યું છે અને લઘુમતી સમાજને અન્યાય થઇ રહ્યાનું જણાવ્યું હતું જો કે જીલ્લા પંચાયતના સભ્ય પદે તેઓ કાર્યરત રહેશે.

(11:51 am IST)