Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જૂનાગઢ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખપદે કિશનભાઇ સાંગાણીની નિમણુંક

જૂનાગઢ તા.૩૧ : ગુજરાત કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમીતભાઇ ચાવડાની સુચનાથી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલે જૂનાગઢ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખપદે સામાજીક કાર્યકર્તા અને જૂનાગઢ વોર્ડનં.પના કોંગ્રેસ સમિતીના પૂર્વ વોર્ડપ્રમુખ કિશન સાંગાણીની નિમણુંક કરેલ છે.

આ નિમણુકને શહેર કોંગ્રેસ સમિતી મહિલા કોંગ્રેસ તથા એનએસયુઆઇ તથા યુથ કોંગ્રેસના શહેરભરના અગ્રણીઓએ આ નિમણુકને આવકારી શુભેચ્છા પાઠવી છે.

(11:47 am IST)