Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

૩૬ વર્ષ જુના ગોંડલની પરિણિતાના આપઘાતના કેસમાં દિયર -જેઠ અને નણંદને ૧૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

કલમ ૩૦૪ (બી) હેઠળ આરોપીઓને સજા ફરમાવાઇ : ગોંડલ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ,તા. ૩૧: ૩૬ વર્ષ જુના કેસમાં પરણીતાએ લગ્નના બે માસ બાદ આત્મહત્યા કરેલ તે ચકચારી ગુન્હામાં દેર, જેઠ અને નણંદને આઇ.પી.સી.કલમ ૩૦૪ (બી)ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા ગોંડલની ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે, રાજકોટ જીલ્લાના ગોંડલ શહેરમાં રહેતી ઉષાબેન વાઇફ ઓફ મહેશભાઇ જીવરાજાની (લોહાણા)ની ધર્મપત્નીએ લગ્નના બે માસની અંદર તા. ૧૬/૧/૧૯૮૭ના રોજ આપઘાત કરેલ જેથી ગુજરનાર ઉષાબેનના ભાઇ ડો.રમેશચંદ્ર ધનજીભાઇ જોબનપુત્રાએ આરોપી (૧)  સાસુ -વિજયાબેન વીઠલદાસ જીવરાજાની (૨) જેઠ -દિનેશભાઇ વીઠલદાસ જીવરાજાની (૩) દેર -અશોક વીઠલદાસ જીવરાજાની લોહાણા (૪) નણંદ -મધુબેન વીઠલદાસ જીવરાજાની વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી.

ત્યારબાદ ગોંડલ કોર્ટમાં આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડ સહીતાના કલમ -૪૯૮ (ક)નું ચાર્જશીટ થયેલ અને પોલીસે ચાર્જશીટમાં આઇ.પી.સી.ની કલમ -૩૦૬ વિ.નો ગુન્હો દાખલ કરેલ ન હોય જેથી ફરીયાદ પક્ષે કોર્ટમાં આઇ.પી. કલમ ૩૦૬ નો ગુન્હો બને છે તેવી અરજી આપેલ અને કોર્ટે ફરીયાદ પક્ષની અરજી મંજૂર કરેલ અને ત્યારબાદ ઉપરોકત કેસ ગોંડલની સેશન્સ અદાલતમાં કમીટ કરવામાં આવેલ.

ઉપરોકત કેસ સેશન્સ અદાલતમાં કમીટ થતા સરકાર પક્ષે આઇ.પી.સી. કલમ -૩૦૬ નો તથા આઇ.પી.સી. કલમ -૩૦૪ (બી) નો ચાર્જ કરવામાં આવેલ સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે.ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને આ કામમાં કેસની ટ્રાયલ દરમ્યાન આરોપી નં.૧ વિજયાબેન વિઠલદાસ જીવરાજાની જે મરણજનારના સાસુ થતા હોય તેમનું અવસાન થયેલ અને ત્યારબાદ કુલ ૯ સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને ગુજરનારના ભાઇ તે બાબત તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કે.ડોબરીયાની દલીલોને ધ્યાને રાખી આ કામના આરોપીઓ (૧)જેઠ દિનેશભાઇ વીઠલદાસ જીવરાજાની (૨)દેર અશોક વીઠલદાસ જીવરાજાની લોહાણા (૩) નણંદ -મધુબેન વીઠલદાસ જીવરાજાની ભારતીય દંડ સહીતાની કલમ -૩૦૪ (બી)ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી એ. દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના સરકાર તરફે સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કે.ડોબરીયા રોકાયેલા હતા.

(11:47 am IST)