Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી નગરપાલિકા દ્વારા શનિવારે વેસ્ટમાંથી બેસ્ટ અંગેનું પ્રદર્શન યોજાશે

સાંજે ૫ વાગ્યે ટાઉન હોલ ખાતે વેસ્ટ ટૂ બેસ્ટ અંગે જનજાગૃતિ પ્રોગ્રામનું આયોજન

મોરબી નગરપાલિકા દ્વારા તા. ૩૧ ને શનિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે સાંજે ૫ કલાકે વેસ્ટ માંથી બેસ્ટ અંગે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે
  મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની યાદીમાં જણાવ્યા અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માસિક ડ્રાઈવમાં તા. ૩૧ ને શનિવારે સાંજે ૫ વાગ્યે ટાઉન હોલ ખાતે વેસ્ટ ટૂ બેસ્ટ અંગે જનજાગૃતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

(9:02 pm IST)