Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબીની જાણીતી મહેશ હોટેલ સીલ ને સીલ લાગી ગયા

- ૩.૮૩ કરોડની લોન ભરપાઈ નહિ કરતા હોટેલને સીલ કરાઈ બેંક દ્વારા કાર્યવાહી કરાઇ

મોરબીઃ મોરબીના શનાળા રોડ પર આવેલ જાણીતી મહેશ હોટેલ લોનની ભરપાઈ કરવામાં નિષ્ફળ રહી હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશથી હોટેલ સીલ કરવામાં આવી છે ૩.૮૩ કરોડની લોનના મામલે બેન્કે સરફેશી એક્ટ મુજબ હોટેલ સીલ કરી લોનની રકમ ૬૦ દિવસમાં ભરપાઈ કરવાનો સમય આપ્યો છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શનાળા રોડ પર આવેલી મોરબીની જાણીતી મહેશ હોટેલને આજે હીરો ફીનકોર્પ લીમીટેડ દ્વારા સીલ કરાઈ છે મહેશ હોટેલ સંચાલકોએ હીરો ફીનકોર્પ લીમીટેડ કંપની પાસેથી લોન લીધી હતી અને ૩,૮૩,૭૩,૧૪૬ ની લોનના હપ્તા હોટેલ સંચાલકો ભરત ના હોય જેથી બેન્કે સીલ કરવાની કામગીરી કરી હતી મહેશ હોટેલ દ્વારા લોન ભરપાઈ ના કરવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ સરફેશી એક્ટ મુજબ મિલકત કબજે કરવા અરજી કરવામાં આવી હતી જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મિલકત સીલ કરવા હુકમ આપ્યો હતો જેથી બેન્ક દ્વારા મહેશ હોટેલ સીલ કરવામાં આવી છે તેમજ લોનની બાકી રકમ ૬૦ દિવસમાં ભરી જવા હુકમ ફરમાવ્યો છે

મહેશ હોટેલ સીલ કરી જાહેર નોટીસ પણ લગાવવામાં આવી છે જેમાં મિલકતના ભાગીદારો જયેશભાઇ ભૂપતરાય ઠાકર, અજય બી.ઠાકર, બંટી બી.ઠાકર, ભુપતભાઇ કે.ઠાકર, હર્ષિદાબેન ઓમશંકર ઠાકર, કૃશાંક ઓ.ઠાકર, હંસાબેન નરેન્દ્રભાઈ ઠાકર, રોહિતકુમાર હસુખરાય ઠાકર અને હિમાંશુ એન.ઠાકરના નામજોગ કંપનીની ચડત રકમ ચૂકવવા હુકમ કરાયો છેદ જાણીતી મહેશ હોટેલને સીલ કરી દેવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે

(11:16 pm IST)