Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2022/23નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ સ્ટે.કમિટીમાં રજુ કર્યું : 1079 કરોડનું બજેટ થયું રજૂ બજેટમાં 53 કરોડનો કર દર વધારો સૂચવવામાં આવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : મહાનગરપાલિકાનું વર્ષ 2022/23નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ સ્ટે.કમિટીમાં રજુ કર્યું હતું.1079 કરોડનું બજેટ થયું રજૂ બજેટમાં 53 કરોડનો કરદર વધારો સૂચવવામાં આવ્યો છે.બજેટમાં હાઉસટેક્સ, વોટર ટેક્સ, સોલીદ વેસ્ટ કલેક્શન ચાર્જમાં વધારો કરાયો છે.જેમાં પ્રોપર્ટી ટેકસમાં 32 કરોડ

વ્હિકલ ટેકસમાં 3.17 કરોડ

વોટર ચાર્જ 6 કરોડ

સોલીદ વેસ્ટ કનેક્શન ચાર્જ 2.84 કરોડ

સુઆરેઝ ટેકસમાં 1.50 કરોડ

ફાયર ચરજીસ 0.78 કરોડ.કુલ અલગ અલગ દર મળી 53 કરોડનો વધારો કરાયો છે.શહેર માં 1 અંડર બ્રિજ અને 1 ઓવરબ્રિજ બનાવવા નું આયોજન છે.મ્યુનિ જનરલ બોર્ડ બિલ્ડિંગ પણ 8 કરોડના ખર્ચે પામશે નિર્માણ.સાયન્સ નોલેજ પાર્ક 12 કરોડના ખર્ચે  નિર્માણ પામશે.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(1:49 pm IST)