Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સોરઠના સર્વાંગી વિકાસ માટે એકમાત્ર શાપુર સરાડિયા નવાબી ટ્રેન

જૂનાગઢ,તા. ૩૧ : જૂનાગઢ જીલ્લા માત્ર ખેતી આધારીત જ જીલ્લો ગણાય છે એક પણ ઉદ્યોગ કે ઈન્‍ડસ્‍ટ્રીઝ જૂનાગઢ જીલ્લામાં આઝાદી બાદ ન મળવા પામતા આ જીલ્લો કાયમી ધોરણે ઉદ્યોગ ક્ષેત્રે પછાત રહી જવા પામ્‍યો છે.

સોરઠ જીલ્લાના સર્વાંગી વિકાસ માટે ટ્રેન મહત્‍વની કરોડ રજ્જુ સમાન હોય અને ખેતી આધારીયત પેદાશો, કાચો પાકો માલ દેશ વિદેશમાં લાવવા લઈ જવા માટે મહત્‍વનો હિસ્‍સો ગણાય છે. જેથી આઝાદી પહેલા પણ જૂનાગઢના નવાબ રસુલખાનજીની આગવી સુઝબુઝના કારણે શાપુરથી સરાડીયા વચ્‍ચે ૪૬ કી.મી.ની ટ્રેન ૧૧૦ વર્ષ પહેલા સ્‍થાપીત કરી માણાવદર-બાંટવા-વંથલીના શહેરોના ધુંબડ કપાસની ગાંસળીઓ તથા મગફળી -કપાસીયાની ઓઈલ મીલ તેમજ ૩ સોલવટોથી માણાવદર વિસ્‍તાર દેશભરમાં મોટુ હબ કહેવાતું હતુ અને જે માલ સામાન ગુડ્‍સટ્રેન મારફત દેશ વિદેશમાં મોકલવામાં આવતો હતો. પરંતુ કમ નસીબે આઝાદી બાદ આ વિસ્‍તારની નવાબી ટ્રેનને રદ કરી સોરઠ જીલ્લાને ઉદ્યોગ વિહોણો કરી ફરી ૧૮મી સદીમાં મુકી દેવામાં સંપાદન કરવા માટેનો પ્રશ્‍ન રહેતો નથી કારણ કે દેશના આઝાદી પહેલાની જમીન હાલ પણ સંપાદન કરેલી જે તે સ્‍થિતિમાં હયાત છે જેથી આ ટ્રેન સરાડીયા સુધી શરૂ કરવા માટે જમીનનો  પ્રશ્‍ન રહેતો નથી.

પરંતુ રર-૬-૧૯૮૩ના પુર હોનારતમાં અમુક ભાગમાં શાપુર વંથલી વચ્‍ચે ધોવાણ થયા બાદ ૧૯૯રમાં આ ટ્રેનને નામો નિશાન મીટાવવી દેવા માટે નવાબી કાળના રેલ્‍વે પાટા-સ્‍લેપાટ રેલ્‍વે વિભાગ જાહેર હરરાજી કરી નવાબી ટ્રેનનું નામો નિશાન મીટાવી દીધુ હતુ. અને ભારતના રેલ્‍વેના નકશામાંથી આ ટ્રેનને રદ કરી નાખી છે.

જૂનાગઢ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, શાપુર વંથલી-માણાવદર-બાંટવા-કુતીયાણા, રાણાવાવ સહિતની નગર પંચાયતો ગ્રામ પંચાયતો અલગ અલગ વેપારી એસોસીએશન કેળવણી મંડળો સહીતના એનો લેખીત જાહેર ટેકો અને સમર્થન આપી રહ્યા છે.

૧લી ફેબ્રુઆરી બુધવારના રોજ બાંટવા ખાતે પૂર્વ પ્રમુખ અને વેપારી અગ્રણી રાજકુમાર વાધવાણી, માનસીંગભાઈ નકુમ, ગણપતભાઈ મોરી, અમળતભાઈ દેસાઈ, જેઠાભાઈ પાનેરા સહિતના વિવિધ આગેવાનો વેપારીઓ તેમજ નગરજનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમા શાપુર-સરાડીયા ટ્રેનને પુનઃસ્‍થાપિત કરવા તેમજ સરાડીયા થી આગળ કુતિયાણા રાણાવાવ ની બ્રોડગેજ લાઈન સાથે જોડવા માટે આ મીટીંગ બોલાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પણ લોક નાયક રાકેશ લખલાણી દ્વારા લેખીત પત્ર પાઠવી સોરઠ જીલ્લાની જીવનદોરી સમાન નવાબી ટ્રેન પુનઃસ્‍થાપિત કરવા જણાવેલ છે.

આ નવાબી ટ્રેનને પુનઃ શરૂ કરવા માટે ધરતી પુત્ર અને પત્રકાર રાકેશ લખલાણીના  બિન રાજકીય અભિયાન-લોક આંદોલનને ઠેર ઠેરથી સંમતી સાથે ટેકો મળી રહ્યો છે. ગત તા. રર-૧૧-ર૦રરના લેખીત પત્રમાં ભાવનગર રેલ્‍વે ડિવીઝન દ્વારા લેખીત પત્ર દ્વારા જણાવવામાં આવેલ હોય કે આ નિતી વિષયક નિર્ણય હોય તેઓ જવાબ પાઠવી દેતા સોરઠના વિકાસને રૂંધવા માટેનો જવાબ ગણાવી આગામી દિવસોમાં જરૂર પડ્‍યે મોટુ લોક આંદોલન કરવાની ફરજ પડશે તેમ  લખલાણીએ જણાવેલ છે.

(1:46 pm IST)