Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબી : રામધન ખાતે ભવ્‍ય દેવી ભાગવત કથા

મોરબી,તા.૩૧ : જય માતાજી ગુરુકળપા સેવા સમિતિ - મહેન્‍દ્રનગર દ્વારા સર્વ જીવ કલ્‍યાણ અર્થે આ કથાઉ આયોજન કરવામાં આવ્‍યું છે. જ્‍યાં  મોરબીના જાણીતા રામધન આશ્રમ ખાતે આજથી શરૂ થનારી ‘ભવ્‍ય દેવી ભાવગત કથા'માં બપોરે ૩:૩૦ કલાકે રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાશે. આ પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો જુદા-જુદા ગામના આગેવાનો, મહીલા મંડળો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. જેમાં ૩૦ જાન્‍યુઆરી થી ૭ ફેબ્રુઆરી સુધી દૈનિક સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધી ‘ભવ્‍ય દેવી ભાગવત કથા'નું રસપાન બાળવિદુષી રત્‍નેશ્વરી દેવી (રતનબેન) તેમના મધુર અને સુરીલા કંઠથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેના મુખ્‍ય યજમાન પદે ઉમિયા માતાજી તથા હનુમાનજી મહારાજ બિરાજશે.

 કથા દરમિયાન યોજાનાર પાવનકારી પ્રસંગોની વાત કરીએ તો ઉમિયા -ાગટય  શાકંભરી પ્રાગટય, મહાકાળી -ાગટય, શિવ વિવાહ, નંદ ઉત્‍સવ અને ખોડીયાર -ાગટય સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ખાસ તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞ પવિતનું આયોજન કરવાંમાં આવ્‍યું છે.

(1:45 pm IST)