Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્‍દ્રથી ‘‘લેપ્રસી અવેરનેસ કેમ્‍પેઈન'' નો શુભારંભ

મોરબી.તા,૩૧ : ૩૦મી જાન્‍યુઆરી રક્‍તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે મહાત્‍મા ગાંધીની પુણ્‍યતિથી પણ હોય તારીખ ૩૦મી જાન્‍યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્‍યાન એન્‍ટી લે-સી પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે ‘‘સ્‍પર્શ લેપ્રસી અવેરનેસ કમ્‍પેઈન'' નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્‍દ્ર/રક્‍તપિત્ત કેન્‍દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો

 રક્‍તપિત્ત મુક્‍ત ભારત બનાવવા માટે  મહાત્‍મા ગાંધીજીના સ્‍વપ્ને પરિપુણૅ  કરવા માટે રક્‍તપિત્ત રોગ વિશે જાગળતિ વધારવી , શંકાસ્‍પદ રક્‍તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્‍ય ભેદભાવ ન રાખવાં જણાવ્‍યું હતું. સંયુક્‍ત પ્રયાસોથી આપના ગામને રક્‍તપિત્ત મુક્‍ત બનાવવાની જવાબદારી આપણી છે જે માટે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી  દ્વારા તમામને પ્રતિજ્ઞા લેવડાવ્‍યા હતા તથા રક્‍તપિત્ત નિમળલન કાર્યકમમાં જોડાવવા તમામને અપીલ કરવામાં આવી હતી.

‘‘સ્‍પર્શ રક્‍તપિત્ત જાગળતિ અભિયાન'' અતૅગત મુખ્‍ય જીલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કવિતાબેન દવે તથા જીલ્લા ક્ષય/રક્‍તપિત્ત અધીકારી ડો.એન.એન.ઝાલાના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. તેમજ આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્‍ય અધિકારી માળીયા(મી.) ડો ડી. જી. બાવરવા, તાલુકા આરોગ્‍ય અધિકારી મોરબી ડો રાહુલ કોટડીયા, તથા ડો. વાય.એમ.ઝાલાએ રક્‍તપિત્ત વિશે માહિતી આપેલ હતી.

 તેમજ આ કાર્યક્રમમાં આશા ફેસિલીટર તેમજ આશા બહેનો હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રક્‍ત પિત્ત માં દર્દીઓને અલ્‍સર કીટ તેમજ MCR શુંઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ કાર્યક્રમને સફળ બનાવવા રક્‍તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્‍દ્રભાઈ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, આઇ.ઇ.સી.કો ઓર્ડીનટર ઝરણાંબેન રાઠોડ તથા અન્‍ય તમામ DTC કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(3:02 pm IST)