Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ગીરગઢડાના ધોકાડવામાં પરીણિત યુવાનના સકંજામાંથી યુવતીને છોડાવવાની માંગણી સાથે બંધ પળાયો

તાલુકાના હિન્દુ સમાજના સંગઠનો દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારી આવેદનપત્ર પાઠવ્યું : રેલીમાં ધારાસભ્ય કાળુભાઇ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૩૧ : ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની હિન્દુ સમાજની યુવતીને ધોકડવા ગામનો પરણિત મુસ્લિમ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોય યુવાન સામે પગલા લેવા યુવતીને પરત મા-બાપને સોંપવાની માંગણી સાથે ધોકડવા ગામ સજ્જડ બંધ પાડી ઉના વિવિધ સમાજ, સંગઠનોએ રેતિ કાઢી આવેદન પત્ર આપી આક્રોશ વ્યકત કર્યો હતો. ધોકાડવામાં લવજેહાદનો કિસ્સો બનેલ હોય કાર્યવાહી કરવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે માંગણી કરી હતી.

ઉનાના ગીરગઢડા તાલુકાના ઘોકડવા ગામની હિન્દુ સમાજની યુવતી અમદાવાદ નોકરી કરે છે. અમદાવાદથી ઉના આવવા બેઠી હતી પરંતુ ઘરે ન પહોંચતા તપાસ કરતા આ યુવતી અને યુવક ભાવનગર એસ.ટી. ડેપોમાં ઉતરી ગયા હતા. બાદ યુવકને બોલાવી પુછપરછ કરતા યુવકે સુરત આ યુવાન અને યુવતીને સમજાવી અલગ જવા જણાવેલ પરંતુ માનેલ નહીં. યુવતીના પિતાએ ઘોકડવામાં રહેતા સોહીલ દિલાવરના જે છે. આરપીએફમાં ઓડીશા ખાતે નોકરી કરે છે.

તેમણે યુવતીને લલચાવી  ફોસલાવી અપહરણ કરી ગયાની ગીરગઢડા પોલીસમાં અરજી આપી હતી. છતાં કોઇ કાર્યવાહી ના થતા સમસ્ત હિન્દુ સમાજ ગીરગઢડા ઉના તાલુકા, વિશ્વ હિન્દુ પરિષદે ધોકડવા ગામ બંધનું એલાન આપતા સજ્જડ બંધ રહ્યું હતું. તમામ આગેવાનો ઉના ત્રિકોણ બાગ પાસે મોટી સંખ્યામાં ભેગા થઇ ઉનાનાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત સભ્ય ડાયાભાઇ જોલોધરા, વિશ્વ હિન્દ પરિષદના વકીલ રામજીભાઇ પરમાર ગીરગઢડા તાલુકા, ઉના તાલુકા હિન્દુ સમાજનાં સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં જોડાઇ હતી.

આ રેલી સુત્રાચારો સાથે ઉના પ્રાંત કચેરીએ જઇ સમસ્ત હિન્દુ સમાજ-ગીરગઢડા દ્વારા પ્રાંત અધિકારીને આ ધોકડવાના મુસ્લિમ યુવાન સોહિલ દિલાવરના લીંગારીના પંજામાંથી હિન્દુ યુવતીને છોડાવી યુવાન સામે આકરા પગલા લેવા માંગણી કરી હતી.

(3:02 pm IST)