Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

બગસરા પાસે ૧૮.૮૦ લાખના દારૃ પ્રકરણમાં ૩ શખ્સોની શોધખોળ

બગસરા-અમરેલી તા. ૩૧ : ટ્રકમાં અનાજ ભરેલા બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૃ બોટલ ૪૦ર૦ (કુલ પેટી નંગ ૩૩પ) કિ. રૃા. ૧૮,૮૦,૩૪૦ ની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ કિ.રૃ.૩૩,ર૧, ૮૪૦ ના મુદામાલ સાથે અમરેલી એલ.સી.બી.ટીમે પકડી પાડયા છ.ે

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી બગસરા, બાયપાસ કળશ ચોકડી પાસેથી ટ્રકમાં અનાજ ભરેલી બાચકાઓની આડશમાં ભારતીય બનાવટના વિદેશી દારૃનો જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને પકડી પાડી, આરોપીઓ વિરૃધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ.

જેમાં પોલીસે વરજાંગ કાંધાભાઇ મોરી, ઉ.ર૮, રહે. જુનાગઢ, સંજયનગર, ગ્રોફેટ મીલની બાજુમાં તા.જિ. જુનાગઢ અને જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઇ વાધેલા ઉ.૪૧, રહે જાંબુડીય, તા. વિસાવદર, જી. જુનાગઢની ધરપકડ કરી છેજયારે ધીરેન અમૃતલાલ કારીયા, રહે. જુનાગઢ મુન્નાભાઇ રહે. જુનાગઢ અન લાખાભાઇ રબારી, રહે. જુનાગઢની શોધખોળ હાથ ધરેલ છ.ે

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ એ.એમ.પટેલ, પો.સ.ઇ. વી.વી.ગોહિલ, પો.સ.ઇ. એમ.ડી.સવૈયા, એલ.સી.બી.ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા, જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા, સુખદેવભાઇ ગોંડલીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છ.ે

(12:46 pm IST)