Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જીએસટી તંત્રનાં ગોંડલમાં ધામા

ડ્રાઈવરોની પુછપરછ બાદ હરકતમા આવેલુ તંત્ર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૧: જામવાળી જીઆઇડીસી પાસેથી જીએસટી અધિકારીઓ દ્વારા એડીબલ ઓઇલ ભરેલા ટેન્કરોનાં ડ્રાઈવરો ને ઉઠાવી લેવાની ઘટનાનાં પગલે જીઆઇડીસી નજીક હાઇવે સ્થિત એક હોટેલમાં જીએસટી અધિકારીઓ તથા સ્ટાફે ધામા નાંખી મેગા ઓપરેશન માટે એલર્ટ હોવાની માહિતી છે.

એક સમયે ગોંડલમા સો થી વધુ ઓઇલમીલો ધમધમતી હતી. આજે હવે માત્ર બાર થી પંદર ઓઇલ મીલો ચાલે છે. તેમાય બોગસ બિલીંગ, ટીનીંગ અને ભેળસેળનાં મુદ્દે ગોંડલનો તેલ ઉદ્યોગ ખાસ્સો બદનામ છે. ટીનીંગ કરનારાઓને પ્રોડકશનની જરુર રહેતી નથી. ગમે તે તેલ પર પોતાની બ્રાન્ડનુ લેબલ લગાવી બિલીંગ વ્યવહાર કરવાનો હોય છે.

એક માહીતી મુજબ સૌરાષ્ટ્રમા એવી રીફાઇનરીઓ ધમધમે છે જેમા પામોલીન તેલ ને રિફાઈન્ડ કરી અન્ય તેલમા તેની ભેળસેળ કરાય છે.  સામાન્ય રીતે પામોલીન કોપરેલની જેમ જામી જતુ હોય છે. ત્યારે ગ્રાહકો શુધ્ધ તેલની ગુણવતા ચકાસવા તેલને ફ્રીજમા રાખી ચકાશે છે. જો તેલ જામે તો તેલ શુધ્ધ નથી પણ પામોલીનની ભેળસેળ છે. કંડલા થી આવતા પામતેલને  કેમીકલના ઉપયોગ દ્વારા લિકિવડમાં રુપાંતરીત કરાય છે. જે સ્વાસ્થય ને નુકસાન કર્તા  હોવા છતા ભેળસેળ કરી સિંગતેલના નામે ધિકતો ધંધો  ચલાવાઇ રહ્યો છે. ઉપરથી છેક  તળીયા સુધી તંત્રની મિલી ભગત હોય તેલ નો કાળો કારોબાર કોઈ રોકટોક વગર ધમધમી રહ્યો છે. ગોંડલમાં આવા જ ડીસ્કોથી જાણીતા તેલની બોલબાલા સાથે ભેળસેળ, બોગસ બિલીંગ, ટીનીંગ સહીત બે નંબરી ગોરખધંધા ચાલતા હોય જીએસટી અધિકારીઓએ ગોંડલની તેલ લોબીને રડારમા લીધી હોય સન્નાટો છવાઈ જવા પામ્યો છે

(11:49 am IST)