Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ભેસાણના છોડવડીમાં મહિલા પર ગામનાં ૪ શખ્‍સનું દુષ્‍કર્મ

મંદિરમાં પૈસા લીધા હોવાનું કહી ધમકી આપીને બળાત્‍કાર કર્યો

જુનાગઢ તા. ૩૧ :.. ભેસાણ તાલુકાનાં છોડવડી ગામે ઝૂપડામાં રહેતા એક ૪ર વર્ષીય મહિલા ગત તા. રપ સપ્‍ટેમ્‍બરનાં રોજ સવારનાં સમયે એકલા હતાં.

ત્‍યારે છોડવડીનો સંજય મનસુખ ચુડાસમા મહિલાનાં ઝૂપડે આવેલ અને કહેલ કે તે મંદિરમાંથી પૈસા લીધા છે તે વાત તારા પતિને કહી દઇશ તેમ કહી મહિલા પર સંજયે દુષ્‍કર્મ આચર્યુ હતું.

બાદમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.

આ ઇસમની ધમકીથી મહિલા ડરી ગઇ હતી. પરંતુ ગઇકાલે હિંમત કરીને ફરીયાદ નોંધાવતા ભેસાણનાં પીએસઆઇ ડી. કે. મહિલાની ફરીયાદનાં આધારે સંજય ચુડાસમા  સામે કલમ ૩૭૬ (૧) અને પ૦૬ (ર) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર મહિલા છેલ્લા ૧૦ થી ૧ર વર્ષથી છોડવડી ગામે રહી ભિક્ષાવૃતિ કરીને પેટીયુ રળે છે. તેણી પર દુષ્‍કમ આચરવામાં આવતા ગામમાં ચકચાર મચી ગઇ છે.

(12:44 pm IST)