Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જોડિયામાં એસ.ટી. બસના રૂટ પુનઃ ચાલુ કરવા રજૂઆત

વાંકાનેર તા. ૩૧ : જોડિયા ગામ એ તાલુકાનું મુખ્‍યમથકનું ગામ હોય અહીંથી અનેક મુસાફરો, ધંધા, રોજગાર, ભણતર માટે અન્‍ય શહેર ગામોએ પ્રયાસ કરે છે જેમાંથી મુખ્‍યત્‍વે સરકારી બસો છે છેલ્લા બે - ત્રણ દિવસથી રાજકોટ ધ્રોલ જોડિયા રૂટની જે રાત્રી રોકાણ કરતી તથા રાત્રીના સમયે ૬ : ૪૫ રાજકોટથી જોડિયા આવવા રવાના થતી તે બસ નિયમિત રીતે ચાલુ હતી તેને અચાનક બંધ કરવામાં આવેલ છે. તૅમજ રાજકોટથી જોડિયા આવવા માટેની આખરી બસ અહમદાવાદ રાજકોટ જોડિયા તે પણ બંધ કરવામાં આવેલ છે આ બસમાં જોડિયા,બાદનપર,ભાદરા, લખતર, માવાપર જેવા ગામોના વિધાર્થીઓ, ધંધાર્થીઓને અનુકૂળ આવતી બસ છે આ બસ નિયમિત હોવાથી વિધાર્થીઓ ધંધાર્થીઓ તમામ મુસાફરો નિયમિત રીતે સમયશર શાળા કોલેજ, ધંધાના સ્‍થળે કોઈ અગવડતા પડતી નથી જોડિયાથી રાજકોટ અપડાઉન કરતા વિધાર્થીઓ શાળા કોલેજનો સમય સવારે ૮ : ૦૦ વાગ્‍યાનો હોય છે જયારે જોડિયા રાજકોટની બસ સવારે ૬ : ૦૦ વાગ્‍યે નિયમિત ઉપડતી હોવાથી રાજકોટ સમયસર આઠ વાગ્‍યે પહોંચી જાય છે તૅમજ આ બસ અપડાઉન કરતા તમામ લોકોને અનુકૂળ આવતી બસ છે ઉપરોક્‍ત બંને બસો ચાલુ કરવા જામનગર જિલ્લા બક્ષી પંચના હાર્દિક જે લીબાણીએ કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલને લેખિત આવેદનપત્ર આપેલ છે. તૅમજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, સંસદ સભ્‍ય પૂનમબેન માડમમાં, પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા,વાહન વ્‍યવહાર મંત્રી હર્ષભાઈ સંધવીને લેખિત રજુઆત કરવામાં આવેલ છે. જોડિયાને ભાંગવામા એસ ટી તંત્રનો સિંહ ફાળો છે ઉપરોક્‍ત બંને બસો ફરીથી તાત્‍કાલિકના ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો આ અંગે બસ રોકો ઉગ્ર આદોલન કરવામાં આવશે જે અંગેની જવાબદારી જે તે એસ ટી વિભાગની રહેશે જે હાર્દિક જે લીબાણીની યાદીમા જણાવાયું છે.

(11:34 am IST)