Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જોડિયામાં અખંડ શ્રી રામાયણ ચોપાઇના અનુષ્‍ઠાનનો ૩૧માં વર્ષમાં પ્રવેશ

વાંકાનેર,તા. ૩૧: જામનગર જિલ્લાના જોડિયાધામ મુકામે પૂજય શ્રી વિરાગમુનિ સ્‍થાપિત શ્રી રામ કૃષ્‍ણ સાધના ટ્રસ્‍ટ, શ્રી ગીતા વિધાલય ખાતે આવેલ માનસ મંદિરમા પૂજય શ્રી મોરારીબાપુના શુભ આશિષ અને પૂજય શ્રી વિરાગમુનિજીની શુભ પ્રેરણાથી એવમ વિશ્વ કલ્‍યાણ અર્થે હરી પ્રસ્‍તાથે તા. ૨૯/૧/૧૯૯૩ થી અંખડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલા હતા જે અવિરત ત્રીસ વર્ષથી શ્રી રામચદ્રં ભગવાનની અસીમ કૃપાથી ગીતા વિદ્યાલયના સાધક ભાવિક, ભક્‍તજનો, જોડિયાના નગરજનો ચોવીસ કલાક રામાયણની ચોપાઈનું ગાન કરી આ કલિયુગ પર્વમા ધન્‍યતા અનુભવી રહયા છે તેમજ ગીતા વિધાલયના બાળકો પણ લાભ લઈ રહયા છે જે અંખડ પાઠનો તા. ૨૯/૧/૨૩ ના રવિવારના રોજ (૩૨મા વર્ષમા મંગલ પ્રવેશ ) થયેલ છે જે નિમિત્તે તા. ૨૮ અને તા. ૨૯ મીના બે દિવસય અંખડ શ્રી રામ ચરિત માનસની પ્રત્‍યેક ચોપાઈ દ્વારા હોમાત્‍મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતુ જે યજ્ઞના શ્રી ગીતા વિદ્યાલયના સાધક ભાઈઓ, બહેનોએ લાભ લીધેલ હતો જોડિયા ગીતા વિદ્યાલય ખાતે પુ.વિરાગમુનિની પ્રેરણાથી ચાલતા અંખડ શ્રી રામાયણની ચોપાઈના પાઠને તા, ૨૯ મીના ૧૦, ૯૫૭ દિવસ પુરા થયેલ છે અને (૬૩૦૩ અંખડ રામાયણના અંખડ પાઠ પુરા થયેલ છે ) બે દિવસય હોમાત્‍મક યજ્ઞમા વિશાળ સંખ્‍યામા ભાવિકોએ લાભ લીધેલ હતો.

(11:33 am IST)