Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઠંડીમાં રાહત બાદ ‘ઠાર'નો સપાટોઃ લોકો ટાઢાબોળઃ ગિરનાર ૬.૧ ડીગ્રી

નલીયા ૭, જામનગર ૧૩, જુનાગઢ ૧૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન : મોડી રાત્રે-વહેલી સવારે વધુ ઠંડક

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં રાહત બાદ ‘ઠાર' નો સપાટો છે. લોકો ટાઢાબોળ થઇ ગયા છે.

આજે ગિરનાર ઉપર ૬.૧ ડીગ્રી, નલીયા ૭, રાજકોટ ૧ર.ર, જામનગર ૧૩, જુનાગઢમાં ૧૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજે પણ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહેતા લોકોએ હાશકારો અનુભવ્‍યો છે.

લઘુતમ તાપમાનનો પારો આજે પણ નીચે ઉતર્યો છે. જેના કારણે ઠંડકમાં રાહત આજે પણ યથાવત રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સોરઠમાં આજે એક જ દિવસમાં તાપમાન પ.૬ ડીગ્રી ઘટતા કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્‍યુ હતું.

સોમવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૭ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે પારો પ.૬ ડીગ્રી નીચે ગગડીને ૧૧.૧ ડીગ્રીએ સ્‍થિર થયો હતો. જેના કારણે કાતિલ ઠંડીનું અનુભવાઇ હતી.

ગીરનાર પર્વત પર ૬.૧ ડીગ્રી તીવ્ર ઠંડી રહેતા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાય ગયા હતાં.

આજે ઓચિંતા ઠંડી વધવાની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાવન ટકા રહ્યું હતું. અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૯ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ ૯૭ ટકા, પવનની ગતિ ૪.પ કિ. મી. રહી હતી. (૪.૮)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત     ૬.૧        ડિગ્રી

અમદાવાદ   ૧૪.૮  ,,

બરોડા       ૧૬.૦  ,,

ભાવનગર   ૧૬.૬  ,,

ભુજ         ૧૧.૨  ,,

દમણ        ૧૮.૦  ,,

ડીસા         ૧૩.૫  ,,

દીવ         ૧૧.૮  ,,

દ્વારકા        ૧૫.૧  ,,

કંડલા        ૧૩.૯  ,,

નલીયા      ૭.૦   ,,

ઓખા        ૧૯.૦  ,,

પોરબંદર    ૧૨.૪  ,,

રાજકોટ      ૧ર.ર  ,,

સુરત        ૧૭.૪  ,,

વેરાવળ     ૧૫.૨  ,,

જામનગર    ૧૩.૦  ,,

જુનાગઢ        ૧૬.૭  ,,

(11:19 am IST)