Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ધોરાજીના ઉદકીયા પાસે કારમાં દારૂ સાથે શખ્‍સ ઝડપાયો

ધોરાજી તા. ૩૧ : પાટણવાવ પોલીસે દારૂની સપ્‍લાય કરે તે પહેલા જ જૂનાગઢના ભગુ રબારીને શરાબની ૧૫૫ બોટલ સાથે દબોચી રૂા.૩.૨૪ લાખનો મુદામાલ કબ્‍જે કરીને આગળની કાયવાહી હાથ ધરાઈ છે.

ઉદકીયા ગામના પાટીયા પાસેથી મોડીરાત્રે કારમાં દારૂની હેરાફેરી કરતા જૂનાગઢના રબારી શખ્‍સને દબોચી શરાબની ૧૫૫ બોટલ સહિત રૂા.૩.૨૪ લાખનો મુદામાલ કબ્‍જે કરી પૂછપરછ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ પીએસઆઈ વી.કે.કોઠીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મોટીમારડના રસ્‍તા પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની મળેલ  બાતમીના આધારે હેડ કોન્‍સ. જયંતિભાઈ સહિતનો સ્‍ટાફ વોચમાં રહી ત્‍યાંથી પસાર થયેલ કાર નં. જી.જે.-૦૩-જેએલ ૩૨૩૦ને અટકાવેલ કારચાલકને દબોચી તેનુ નામ પૂછતા ભગુ કરશન ભારાઈ (ઉં.૨૩) (રહે. ગીરનાર દરવાજા ભકિતનગર સોસાયટી, જૂનાગઢ) જણાવ્‍યુ હતુ. કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની ૧૫૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી રૂા.૩.૨૪ લાખનો મુદામાલ કબ્‍જે કરી દારૂનો જથ્‍થો કયાંથી લાવ્‍યો અને કયાં સપ્‍લાય કરવાનો હતો તે અંગે  પૂછપરછ હાથ ધરી છે.

(11:15 am IST)