Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઓખા સમસ્‍ત સોરઠીયા પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રીબાઈ માતાજી જન્‍મોત્‍સવની કરાઇ

ઓખા : ઓખા સમસ્‍ત સોરઠીયા પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી શ્રીબાઈ માતાજી જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ.ઓખા સમસ્‍ત સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા ઓખામાં સૌ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં સમસ્‍ત સોરઠીયા પ્રજાપતિ સમાજના આગેવાનો કાર્યકરો તેમજ ભાઈઓ તથા બહેનો જોડાયા. ઓખા સમસ્‍ત પ્રજાપતિ સમાજ દ્વારા ગાંધીનગરી વિસ્‍તારમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ.શોભાયાત્રાની શરૂઆત કરતા પહેલા ભારતીય સંસ્‍કળતિ પ્રમાણે સૌ પ્રથમ શ્રી શ્રીબાઈ માતાજીની પૂજાવિધિ કરી અને આરતી કરી શરૂઆત કરવામાં આવેલ. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ. આ જન્‍મોત્‍સવને સફળ બનાવવા ઓખા સમસ્‍ત સોરઠીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ રમેશભાઈ ઘેડીયા એ તેમજ તેમની ટીમ અને સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઈ ઓખા)

(10:46 am IST)