Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જૂનાગઢની એમ.જી.ભુવા કન્‍યા મંદિર ખાતે રાષ્‍ટ્રિય મતદાતા દિવસની ઉજવણી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩૧  :  ભારતીય ચૂંટણી પંચની સ્‍થાપના તા.૨૫ જાન્‍યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવેલ છે. આ દિવસને સરકારશ્રી દ્વારા ભારતના દરેક નાગરિકોની બંધારણમાં સમાવિષ્ટ ફરજો તથા તેમાં ગુણાત્‍મક ભાગીદારી સુનિヘતિ થાય તેમજ કોઈ મતદાતા મતદાનથી વંચિત ન રહે તેવા શુભાશયથી સને ૨૦૧૧માં ‘રાષ્‍ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ શળંખલાના ભાગરૂપે શ્રી સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ-જૂનાગઢ સંચાલિત માતળશ્રી એમ.જી. ભુવા કન્‍યા વિદ્યા મંદિર-જોષીપુરા, જૂનાગઢ ખાતે ‘દરેક મતદાતા બને; સશક્‍ત, સતર્ક, સુરક્ષિત અને જાગળત તેમજ મતદાતા બનને પર ગર્વ હૈ- મતદાન કો તૈયાર હૈ'ના સંકલ્‍પ સાથે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહજી વાઢેરની પ્રેરણા અને શાળાના આચાયા જયશ્રીબેન કે. રંગોલિયાના વડપણ તેમજ શિક્ષકો કાંતાબેન ઉસદડ અને  રમીલાબેન બોડાતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં ભારતીય બંધારણની મૂળભૂત ફરજો અને મતદાનની મહત્‍વતા અંગે જાગળતિ આવે તે માટે ચિત્ર અને રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં બહોળી સંખ્‍યામાં સહભાગી બનેલ દરેક વિદ્યાર્થિનીઓને આ તકે પ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.

શાળાના પ્રેરક આયોજન બદલ સંસ્‍થાના ચેરમેન-મેનેજિંગ ટ્રસ્‍ટી જે.કે. ઠેસિયા, જોઇન્‍ટ મેનેજિંગ ટ્રસ્‍ટી  મળણાલિનીબેન ગોધાણી, કેમ્‍પસ ડાયરેક્‍ટર સી.પી. રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, શિક્ષણ સંયોજક એચ.પી. પોલરા, વહીવટી અધિકારી કે.પી. ગજેરા, હોસ્‍ટેલ નિયામક આર.વી. રફાળિયા, પ્રિન્‍સિપાલ જયશ્રીબેન રંગોલિયા સહિત તમામ સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યા હતા

(10:45 am IST)