Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ડો. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ"Botany Fest" 2023માં ભાગ લીધો

 જૂનાગઢ : ડો. સુભાષ યુનિવર્સિટીના સ્‍કૂલ ઓફ સાયન્‍સ શાખાના બી.એસ.સી. બોટની માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ તથા  પ્રાધ્‍યાપક મેઘા ચોવટીયા અને કિરણ બકોત્રા એ ડાંગ ખાતે આવેલ વઘઇ બોટનિકલ ગાર્ડન અને વાંસદા રાષ્‍ટ્રીય ઉદ્યાન ની તા.૧૭/૦૧/૨૦૨૩ થી ૧૯/૦૧/૨૦૨૩ દરમ્‍યાન મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને દક્ષિણડાંગવનવિભાગઆહવા, ડાંગ દ્વારા યોજાયેલ ગ્‍ંર્દ્દીઁક્ક જ્‍ફૂતદ્દ ૨૦૨૩ માં ભાગ લીધો હતો. આ ૩ દિવસ દરમિયાન  પ્રથમ દિવસે ઉદ્ધાટન સમારોહ અંતર્ગત વનસ્‍પતિશાષા ભવનના  પ્રાધ્‍યાપક ડૉ. પદ્મનાભી એસ. નાગર (મહારાજાસૈયાજીરાવ યુનિવર્સિટી વડોદરા) અને ડી.સી.એફ.  પ્રસાદ રવિરાધાકળષ્‍ણ દક્ષિણ ડાંગ વનવિભાગ દ્વારા ડાંગ ની જૈવવિવિધતા અને વઘઇ બોટનિકલ ગાર્ડન માં આવેલા વળક્ષો ની વિસ્‍તળત માહિતી આપી હતી. રાત્રી દરમ્‍યાન વિદ્યાર્થીઓએ વઘઇ બોટનિકલ ગાર્ડનથી કિલ્લાદ કેમ્‍પ સાઈટ સુધી રાત્રે જંગલમાં ચાલવાનો રોમાંચક અનુભવ લીધો હતો.  બીજા દિવસે વહેલી સવારે અલગ અલગ  પ્રવળતિઓ આપવામાં આવેલ જેમાં ટેન્‍ટ બનાવવા, જંગલમાંથી મળેલી વસ્‍તુઓ થી જમવાનું બનાવવું, આર્ટ અને ક્રાફ્‌ટ તેમજ ફેશન ડીઝાઈનર ઓફજંગલ જેવી વિવિધ  પ્રવળતિઓ માં ભાગ લીધો હતો.રાત્રે જંગલની લોકસભા અને ડાંગ ની સંસ્‍કળતિ ‘‘તમાશા'' નાટક દ્વારા નિહાળી હતી.  ત્રીજા દિવસે સવારે  Phaytohunt, કુદરતી વસ્‍તુઓ વડે ચિત્ર સ્‍પર્ધા તેમજ  પ્રાગવડ નીચે જ્ઞાન અને શાંતિનો વિશિષ્ટઅનુભવ કર્યો હતો. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ નિહાળેલી અને અનુભવેલી ડાંગ ની સંસ્‍કળતિ તેમજ વિવિધ દુર્લભ વનસ્‍પતિઓ વિશે આયોજક  કળષ્‍ણસિંહ રાજપૂત સાથે ચર્ચા કરી હતી. અંતે વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપી કાર્યક્રમને પુર્ણ જાહેર કર્યો હતો. સ્‍કૂલ ઓફ સાયન્‍સની આ કામગીરીને સંસ્‍થાના ટ્રસ્‍ટી  રાજભાઈ ચાવડા, યુનિવર્સિટીના  પ્રોવોસ્‍ટ ડો.દિપક પટેલ  તેમજ સ્‍કૂલ ઓફ સાયન્‍સના ડીનડો. દર્શન જાની તથા લાઈફસાયન્‍સ ભવનના વડા  પ્રદીપ કાછીયાએ બિરદાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(10:44 am IST)