Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સુરેન્‍દ્રનગરમાં માધ્‍યમિક શિક્ષણની સત્રાંત પરીક્ષા પ્રારંભ : ધો.૯થી ૧૨ના ૬૪ હજારથી વધુ વિદ્યાર્થી

૨૮ જાન્‍યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૧ :  સુરેન્‍દ્રનગર જિલ્લામાં શુક્રવારથી  ધો.૯ થી ૧૨ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ શનિવારથી કરવામાં આવ્‍યો હતો.જેમાં જિલ્લા ભરના૬૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.પ્રથમ દિવસે ધો.૯ અને ૧૦ ભાષા ધો.૧૧ અર્થ શાષા, અને ધો.૧૨નું અર્થશાષાની પરીક્ષા લેવાઇ હતી.ધો.૯નું ૫૦ ગુણ , ધો.૧૦ ૮૦ ગુણ, ધો.૧૧ના ૫૦ ગુણ, ધો.૧૨નું ૧૦૦ ગુણના પેપર પુછાયા હતા.

 જિલ્લામાં શુક્રવારના રોજ ધો.૯થી૧૨ની સત્રાંસ પરીક્ષાનો પ્રારંભ થનાર હતો.જેમાં વડાપ્રધાનનો પરીક્ષાપે ચર્ચાને લઇ તારીખમાં ફેરફાર કરાયો હતો.આથી શનિવારથી જિલ્લાભરની શાળાઓ શિક્ષણ કાર્ય માટે ફરી સજ્જ થઇ હતી.

ત્‍યારે શનિવારથી જિલ્લાની માધ્‍યમીક શાળાઓમાં શાળા વિકાસ સંકુલ પરિક્ષા સમિતિ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષા પપ્રારંભ કરી દેવાયો છે. તા ૨૮ જાન્‍યુઆરી થી ૯ ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા ચાલશે.જેમાં ધો.૯ના ૧૮૪૨૫, ધો.૧૦ના ૧૭૩૦૨, ધો.૧૧ સામાન્‍ય પ્રવાહના ૧૩,૩૨૮, ધો.૧૧ સાયન્‍સના ૧૩૯૭, ધો.૧૨ પ્રવાહના ૧૨,૮૪૯, ધો.૧૨ સાયન્‍સના ૧૨૪૯ એમ કુલ ૬૪,૫૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જેમાં ધો.૯નું ૫૦ ગુણ , ધો.૧૦ ૮૦ ગુણ, ધો.૧૧ના ૫૦ ગુણ, ધો.૧૨નું ૧૦૦ ગુણના પેપર પુછાયા હતા.જેના પ્રથમ દિવસે ધો.૯ અને ૧૦ ભાષા ધો.૧૧ અર્થ શાષા, અને ધો.૧૨નું અર્થશાષાની પરીક્ષા લેવાઇ હતી.જ્‍યારે રવિાવારની રજા બાદ સોમવારે ધો.૯નું ગણિત, ધો.૧૦નુ વિજ્ઞાન, ધો.૧૧ સાપ્ર.નામુ, મનોવિજ્ઞાન, ધો.૧૨ આંકડાશાષા અને તત્‍વજ્ઞાન વિષની પરીક્ષા લેવાશે.

 આ અંગે માધ્‍યમીક શિક્ષણાધિકારી કે.એન.બારોટે જણાવ્‍યુ કે પ્રીલીમરી પરીક્ષામાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રિલીમરી પરીક્ષાથી તૈયારી કરી શકશે. ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પ્રિલીમરી પરીક્ષાના માર્ક વાર્ષિક પરીક્ષામાં ઉમેરવામાં આવશે.

(10:42 am IST)