Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મોરબીના અયોધ્યાપુરી અને પંચાસરના રસ્તાઓ બિસ્માર : રાહદારીઓ ત્રાહીમામ

રસ્તાઓનું કામ તાત્કાલીક પૂર્ણ કરવા જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની રજૂઆત

મોરબી, તા.૩૧: અત્રે શનાળા રોડ થી શરૂ થતો અયોધ્યાપૂરી રોડ છેક જડેશ્વર મંદિર સુધીનો રોડ હાલ ખૂબ બિસ્માર હાલતમાં હોય વાહન અવર-જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે.  મોરબી – ૦૨ ને જોડતો આ મુખ્ય રોડ હોય નાના-મોટા વાહનો ખૂબ મોટી સંખ્યામાં આ રોડ ઉપરથી પસાર થતા હોય આ રોડ વહેલી તકે બનાવવાની જરૂર છે. સાથે ડિવાઇડર ફરી વખત વ્યવસ્થિત ઊંચું બનાવવાની જરૂર છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખીને પછી રોડ બનાવવો.

જેથી યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય અને વરસાદી સિઝનમાં થતી સમસ્યા થી કાયમી છૂટકારો મળે.

ઉપરોકત ગંભીર રજૂઆતને ધ્યાને લઈને વહેલી તકે વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપ નાખીને તેમજ ડિવાઇડર સહિત અયોધ્યાપૂરી રોડ બનાવવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાદ્યવજીભાઈ ગડારા દ્વારા મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત મોરબી - પંચાસર રોડનું કામ ઘણા લાંબા સમથી ચાલે છે. તેમાં ખાસ કરીને મોરબી પંચાસર બાયપાસથી મોરબી સીટી લાટીપ્લોટ મેઇન રોડ સુધીનું કામ વર્કઓર્ડર મળ્યા બાદ ખાડાનું ખોદાણ કામ કરીને મૂકી દીધું છે. હાલમાં દ્યણા લાંબા સમયથી રોડનું કામ બંધ હોય લોકોને અવર-જવર કરવામાં ખૂબ તકલીફ થાય છે. વાહનો ને ત્યાં થી પસાર થવામાં ટ્રાફિકની ભયંકર સમસ્યા થાય છે. જેના કારણે આ રોડ પરની સોસાયટીના લોકો દ્વારા ખૂબ ફરિયાદો આવે છે. ઉપરોકત તમામ મુદ્દે જડપી કાર્યવાહી કરીને રોડનું કામ ત્વરિત પૂર્ણ કરવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાદ્યવજીભાઈ ગડારા દ્વારા અંગત ભલામણ સહ લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ  છે તેમ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ અને પ્રભારી  વિજય લોખીલની યાદીમાં જણાવ્યું છે.(૩૭.૬)

(12:35 pm IST)