Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

જામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇ-વોલીયન્ટર અને કીડની અવેરનેસ વર્કશોપ

જામનગર તા.૩૦ : ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ૫૫૦ વંચિત બાળકોને દત્ત્।ક લઈને ૧૦ 'હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર' દ્વારા જામનગરના ૧૦ પછાત વિસ્તારો માં ૩૬૫ દિવસ માટે ઉત્ત્।મ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. આ ઉપરાંત યુવાઓ અને મહિલાઓ માટે પણ સંસ્થા વિવિધ પ્રવૃત્ત્િ।ઓ કરી રહી છે.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા 'ઈ-વોલીયન્ટર અને કીડની અવેરનેસ' ઉપર યુવા છાત્રાઓ તથા કોમ્યુનીટી માટે એક અવેરનેસ વર્કશોપ યોજાયેલ હતો. જેમાં કુલ ૪૩૦ લોકોએ ભાગ લીધેલ હતો. જેમાં નેશનલ ટ્રેનર હિતેશ પંડ્યા એ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતું ઈ-વોલીયન્ટર અભિયાન વિષે ઓડીઓ-વિઝયુઅલ પ્રદર્શન-નિદર્શન દ્વારા સમજ આપેલ હતી અને ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદ થી આવેલ નરેન્દ્ર સરધારા દ્વારા કીડની વિશે ખુબજ ઉપયોગી માહિતી ઓડીઓ-વિઝયુઅલ પ્રદર્શન-નિદર્શન દ્વારા કરવામાં આવી હતી, તથા અંતે પ્રશ્નોત્ત્।રી રાખવામાં આવેલી હતી તથા દરેકને પેમ્પલેટ પણ આપવામાં આવેલ હતા. ઈ-વોલીયન્ટર અભિયાનમાં ભાગ લેવા માટે તથા વધુ વિગત માટે કાજલ પંડ્યાનો મો.૯૪૨૮૯ ૮૬૦૨૬/૭૪૦૫૭ ૭૫૭૮૭ ઉપર સંપર્ક કરવો.

(12:45 pm IST)